Indian Railways Rules For PwD: ભારતીય રેલવેમાં દરરોજ ફેરફારો થતા રહે છે. રેલવે મંત્રાલયે હાલમાં જ ટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગો માટે મોટો નિર્ણય લીધો હતો. રેલવે મંત્રાલયે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (PWD) માટેના ક્વોટાને મંજૂરી આપી દીધી છે. મતલબ કે હવે દરેક ટ્રેનમાં દિવ્યાંગો માટે ક્વોટા હશે પછી ભલે ટ્રેનમાં કન્સેશન સુવિધા ઉપલબ્ધ હોય કે ન હોય.


રેલવે દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય સાથે રાજધાની, શતાબ્દી, દુરંતો, હમસફર, ગતિમાન અને વંદે ભારત ટ્રેનો સહિત તમામ આરક્ષિત એક્સપ્રેસ મેલ ટ્રેનોમાં દિવ્યાંગ ક્વોટા આપવામાં આવશે. આ ક્વોટા હેઠળ કયા કોચમાં દિવ્યાંગો માટે કેટલી બેઠકો રિઝર્વ રાખવામાં આવશે અને કેવી રીતે બુકિંગ થઈ શકશે તે જાણીએ.


કયા કોચમાં કેટલી સીટ અનામત રહેશે?


રેલવે મંત્રાલય દ્વારા દિવ્યાંગો માટે રિઝર્વ ક્વોટામાં કરાયેલા ફેરફાર મુજબ હવે સ્લીપર કોચમાં ચાર બર્થ આરક્ષિત કરવામાં આવશે. જેમાં બે લોઅર અને બે મિડલ બર્થ હશે. થર્ડ AC, 3E અને 3Aમાં 4 બર્થ પણ હશે. જેમાં બે લોઅર અને 2 મિડલ હશે. એસી ચેર કારમાં પણ ચાર સીટ હશે.


તો વંદે ભારત ટ્રેનોમાં પણ દિવ્યાંગો માટે ક્વોટા હેઠળ ચાર સીટો અનામત રાખવામાં આવશે. રેલ્વે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આઠ કોચવાળી ટ્રેનમાં C1 અને C7 કોચમાં અલગથી બનાવવામાં આવેલી બે સીટો (સીટ નંબર 40) આરક્ષિત કરવામાં આવશે. તેથી 16 કોચવાળી ટ્રેનોમાં સી1 અને સી14માં સીટો ઉપલબ્ધ થશે.


યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ જરૂરી રહેશે


ભારતીય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, PWD ક્વોટા હેઠળ એ જ મુસાફરો ટિકિટ બુક કરી શકશે. જેમની પાસે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ હશે. ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે તે કાર્ડની વિગતો દાખલ કરવી જરૂરી રહેશે.


જેથી કરીને આ સુવિધાનો દુરુપયોગ ન થઈ શકે. એ જ રીતે રેલવે બુકિંગ કાઉન્ટર પર ટિકિટ બુક કરતી વખતે યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ બતાવવાનું રહેશે. અથવા સરકાર દ્વારા આપવામાં આવેલ અન્ય કોઈ ડિસેબિલિટી કાર્ડ બતાવવાનું રહેશે.