નવી દિલ્હી: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પણ પોતાના નાગરિકોને શ્રીલંકા નહીં જવાની સલાહ આપી છે. ભારત સરકારે શનિવારે એક સૂચના આપતા પોતાના નાગરિકોને કહ્યું કે, તેઓ શ્રીલંકામાં હાલમાં જ થયેલા હુમલામાં 250થી વધુ લોકોના મોત થવાની ઘટાને ધ્યાનમાં રાખી ત્યાંની બિન-જરૂરી યાત્રા કરવાનું ટાળે. આ પહેલા અમેરિકાએ પણ પોતાના નાગરિકોને ત્યાં જવા પર મનાઈ ફરમાવી છે. શ્રીલંકામાં શનિવારે ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે.


વિદેશ મંત્રાલયે કહ્યું કે જેમણે ઈમરજન્સી કારણસર શ્રીલંકા જવાનું થાય તેઓ કોઈ મદદ માટે કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશન, કેન્ડી સ્થિત સહાયક હાઈ કમિશન અને હેમ્બનટોટા અને જાફના સ્થિત દુતાવાસોનો સંપર્ક કરી શકે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શ્રીલંકામાં આ ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં રાતના સમયે કર્ફ્યૂ સહિત ઈમરજન્સી લગાવી દીધી છે. જેના કારણે ત્યાં યાત્રા કરવામાં પરેશાની આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલ ઈસ્ટર સંડેના દિવસે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 253 થી વધુ લોકો માર્યા ગયા છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે.

શ્રીલંકા: સુરક્ષાદળોના સર્ચ ઓપરેશ દરમિયાન આતંકીએ પોતાને ઉડાવ્યો, 6 બાળકો સહિત 15 ના મોત

શ્રીલંકામાં આતંકી હુમલાનો લાઇવ વીડિયો આવ્યો સામે, આતંકી પણ કેમેરામાં કેદ

બૉમ્બ ધડાકાથી ફરી ધણધણી ઉઠ્યુ શ્રીલંકા, કોલંબો નજીક થયો બ્લાસ્ટ