નવી દિલ્લી: ગુપ્ત રિપોટ્સમાં ઉરી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ માનવામાં આવે છે, આ હુમલાનો માસ્ટર માઈન્ડ બીજુ કોઈ નહી પરંતુ મસૂદ અઝહર છે. પઠાનકોટ એયરબેસ પર હુમલો પણ મસૂદ અઝહરે જ કરાવ્યો હતો. મસૂદ અઝહરને 1999માં અટલ બિહારી વાજપાઈની સરકારે કંધાર વિમાન અપહરણ કાંડ બાદ છોડી મુક્યો  હતો. હાલ તે પાકિસ્તાનમાં રહી ખુલ્લેઆમ ભારત વિરોધી કામ કરી રહ્યો છે.

મસૂદ અઝહરેને 1999માં કંધાર વિમાન અપહરણ કાંદ બાદ ભારતે છોડી મુકવો પડ્યો હતો, તે ભારતની મજબુરી હતી, કારણ કે ઈંન્ડિયન એયરલાંઈસની ફ્લાઈટ 814ના 178 યાત્રીઓને સલામત રીતે આતંકીયોની ચુંગાલમાંથી છોડાવવાના હતા.

મસૂદ અઝહરે છુટ્યાના બે વર્ષ બાદ જ 2001માં  સંસદ પર હુમલો કરી ભારતને  જણાવ્યું કે તેને છોડવો ભારતની કેટલી મોટી ભૂલ હતી.