નવી દિલ્લી: જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મીના 12 બ્રિગેડ હેડક્વાર્ટર પર આત્મઘાતી હુમલા માટે ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. પોતાના 18 જવાનોનો બદલો લેવા માટે સેનાએ પોતાનો શરૂઆતી પ્લાન તૈયાર કરી લીધો છે. આ વિશે સરકારની મંજૂરી લેવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.
એક અંગ્રેજી અખબારના પ્રમાણે, ઉરીમાં ભીષણ આતંકી હુમલા પછી સેના હવે પાકિસ્તાનથી લાગી રહેલી 778 કિલોમીટર લાંબી એલઓસી પર પોતાની તાકાતને વધુ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. એલઓસી પર સેના વધારવાનો નિર્ણય પાકિસ્તાની સેનાને પણ નુકસાન પહોંચાડવાની રણનીતિનો એક ભાગ છે.
ભારતીય સેનાએ આ સિવાય ઘણાં મોર્ચા પર પોતાની તૈયારી મજબૂત કરવાનું વિચાર્યું છે. આ સિવાય કેંદ્ર સરકાર સામે સેના પોતાની ઘણી માંગોને લઈને પહોંચી શકે છે.