Indigo Flight: ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1428 રવિવારે (14 મે) મુંબઈથી અમૃતસર આવી રહી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં સવાર મુસાફર રાજીન્દર સિંહે ક્રૂની મહિલા સભ્યની છેડતી કરી હતી. રાત્રે 8 વાગ્યે ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


પંજાબના જલંધરના કોટલી ગામનો રહેવાસી આરોપી મુસાફરે ફ્લાઇટમાં કથિત રીતે વધુ પ્રમાણમાં દારૂ પીધો હતો. નશાની હાલતમાં તેણે મહિલા ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ફ્લાઈટ સ્ટાફે પરિસ્થિતિને સંભાળી લીધી અને વિમાન એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પોલીસને મામલાની જાણ કરવામાં આવી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ ઘટનાની તપાસ હાથ ધરી છે.


ફ્લાઇટમાં ગેરવર્તણૂકના બનાવો વધ્યા


છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ફ્લાઇટ્સમાં ગેરવર્તણૂકના બનાવોમાં વધારો થયો છે. નશામાં ધુત મુસાફરો દ્વારા દુર્વ્યવહારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો 22 માર્ચ, 2023ના રોજ મુંબઈમાં બન્યો હતો. જ્યાં દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બે નશામાં ધૂત મુસાફરોએ કથિત રીતે હંગામો મચાવ્યો હતો. આ સાથે બંનેએ ક્રૂ અને સહ-યાત્રીઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સહાર પોલીસના જણાવ્યા અનુસાર, એરલાઈન્સના સ્ટાફ તરફથી મળેલી ફરિયાદ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે નાલાસોપારાના જોન જી ડિસોઝા અને કોલ્હાપુરના દત્તાત્રેય બાપર્ડેકરે તેમની સાથે ડ્યૂટી ફ્રી દારૂ ખરીદ્યો હતો. ભારત પરત ફરવાની ઉજવણી કરવા માટે, બંનેએ ફ્લાઈટમાં જ લગભગ અડધી બોટલ પૂરી કરી નાંખી હતી.બંને મુસાફરો એક વર્ષથી દુબઈમાં રહેતા અને કામ કરતા હતા. ભારત પરત ફરવાની ઉજવણી કરવા માટે તેણે લોકો સાથે ગેરવર્તન કર્યું. આ વર્ષે ફ્લાઈટમાં ગેરવર્તણૂકનો આ સાતમો કેસ છે. પેશાબ કાંડ બાદ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સહાર પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની દુબઈ-મુંબઈ ફ્લાઈટથી આવતા બંને મુસાફરોની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. બંને મુસાફરો એક વર્ષથી દુબઈમાં રહેતા અને કામ કરતા હતા. ભારત પરત ફરવાની ઉજવણી કરવા માટે તેણે લોકો સાથે ગેરવર્તન કર્યું. આ વર્ષે ફ્લાઈટમાં ગેરવર્તણૂકનો આ સાતમો કેસ છે. પેશાબ કાંડ બાદ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સહાર પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની દુબઈ-મુંબઈ ફ્લાઈટથી આવતા બંને મુસાફરોની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.