Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામો દરમિયાન ઈન્દોરમાં એક નવો રેકોર્ડ બન્યો છે. અહીં NOTA (None Of The Above)ના વિકલ્પ માટે મળેલા મતોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. દેશમાં એક નવો રેકોર્ડ સર્જાયો છે કારણ કે ઈન્દોરમાં NOTA માટે અત્યાર સુધી મળેલા વોટ એક લાખને પાર થયા છે. અગાઉ, 2019 લોકસભા ચૂંટણીમાં, NOTAએ બિહારના ગોપાલગંજમાં 51,660 મત મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો, જે આ વખતે ઈન્દોરમાં તૂટી ગયો હતો. 


ઈન્દોર બેઠકે બધાને ચોંકાવ્યા


નોંધનીય છે કે કોંગ્રેસે ઈન્દોર લોકસભા સીટ માટે ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી સામે અક્ષય કાંતિ બમને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ નાટકીય રીતે અક્ષય કાંતિ બમે તેમનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને આમ ઈન્દોર બેઠક પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નહોતો.  ભાજપના શંકર લાલવાણી 7 લાખની નજીક પહોંચ્યા.7,74,449 મતોથી આગળ ચાલી રહ્યાછે.  NOTA પણ એક લાખને પાર કરી 1,38,265 વોટ મળ્યા છે.   


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું


પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.


બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું


બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.


ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું


ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું


ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું


પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું


સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી.