Indore Viral Video: મધ્યપ્રદેશના ઈન્દોરમાં હ્યદયનો ધબકારો ચુકવી દે તેવો એક વીડિયો સામે આવ્યો છે. એક કાર ચાલક ગુંડાગીરી ઉતરી આવ્યો હતો અને ટ્રાફિક પોલીસકર્મીને જોરદાર ટક્કર મારી હતી જેના કારણે કોન્સ્ટેબલ કારના બોનેટ પર પડ્યો હતો. આમ છતાંયે કાર ચાલક અટક્યો નહોતો અને પુરઝડપે કાર હંકારી મુકી હતી. મળતી માહિતી મુજબ ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ લગભગ 4 કિલોમીટર સુધી બોનેટ પર લટકતો રહ્યો અને આરોપી ડ્રાઈવર તેને ચાર કિલોમીટર સુધી આ જ સ્થિતિમાં ઢસડી ગયો હતો. 


આશરે 4 કિલોમીટર દૂર ગયા બાદ પોલીસકર્મી બોનેટ પરથી નીચે પડ્યો હતો. અન્ય પોલીસકર્મીઓએ તેમની બાઇક પર કારનો પીછો કર્યો અને યેનકેન પ્રકારે કારને રોકીને આરોપીને પકડી લીધો હતો. આ સાથે જ વાહનની તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપી ડ્રાઈવર પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે.


આ ઘટના સોમવારે બપોરે ઈન્દોર શહેરમાં બની હતી. સબ ઈન્સ્પેક્ટર ટ્રાફિક પોલીસ સુરેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે સોમવારે તેમની ટીમ ચોકડી પર ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન કેશવ ઉપાધ્યાય નામનો વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને આગળ વધ્યો હતો. પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેશવ ઉભો નહોતો રહ્યો. જ્યારે તેણે કાર આગળ લીધી ત્યારે એક ટ્રાફિક પોલીસ અધિકારીએ કારનું બોનેટ પકડ્યું હતું અને બોનેટ પર લટકવા લાગ્યો હતો.




કારમાંથી પિસ્તોલ અને રિવોલ્વર મળી


જોકે પોલીસ અધિકારીને આવી રીતે લટકેલી હાલતમાં જ રાખીને કેશવે પુરપાટ ઝડપે કાર હંકારી મુકી હતી. સાથી પોલીસકર્મીઓએ તેની કારનો પીછો કર્યો હતો અને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે છતાં તે ઉભા રહેવાના બદલે પુરપાટ ઝ્દપે આગળ વધતો રહ્યો હતો. જોકે 4 કિલોમીટર બાદ એક ટ્રકની મદદથી કેશવની કાર અટકાવવામાં આવી હતી. આશ્ચર્યનજક વાત એ છે કે, કારમાંથી પિસ્તોલ અને રિવોલ્વર પણ મળી આવી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તપાસ રિપોર્ટના આધારે આરોપીઓ સામે કડક કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે. 


આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો લોકોના શ્વાસ અદ્ધર કરી નાખે તેવો છે. જો કાર ચાલક કેશવ કે બોનેટ પર લટકી રહેલો પોલીસ અધિકારીથી સહેજ પણ ચુક થઈ હોત તો મોટી દુર્ઘટના ઘટત.