નવી દિલ્હીઃ આર્થિક મંદીના રિપોર્ટ્સ વચ્ચે મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. જૂલાઇમાં ઔધોગિક ઉત્પાદન દરમાં વધારો નોંધાયો છે. જૂલાઇમાં ઔધોગિક ઉત્પાદન દરમાં વધારો નોધાયો છે. આ અગાઉ જૂનમાં ઔધોગિક ઉત્પાદન દર 2 ટકા હતો. તે સિવાય મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં વધારો થયો છે. જૂલાઇમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 1.6 ટકા હતો જે ઓગસ્ટમાં વધીને 4.2 ટકા થઇ ગયો છે.


જૂલાઇમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગ્રોથ 1.2 ટકાથી વધીને 4.2 ટકા રહી છે. જ્યારે માઇનિંગ સેક્ટરની ગ્રોથ 1.6 ટકાથી વધીને 4.9 ટકા પર પહોંચી ગયો છે. જોકે, જૂલાઇમા વિજળી ઉત્પાદન ઘટ્યું છે અને આ જૂનના 8.2 ટકાથી ઘટીને 4.8 ટકા પર આવી ગયું છે.

જ્યારે ઓગસ્ટ મહિનામાં મોંઘવારી દરમાં વધારો થયો છે. જૂલાઇના 3.15 ટકાથી વધીને 3.21 ટકા પર પહોંચી ગયો છે. આ સમયગાળામાં ગ્રાહકો, ફૂડ પ્રાઇસ ઇફ્લેશન જૂલાઇના 2.6 ટકાથી વધીને 2.99 ટકા પર આવી ગયું છે. વાસ્તવમાં ઔધોગિક ઉત્પાદન દરમાં વધારાથી દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાથી સતત આર્થિક મોરચા પર ગ્રોથનો આંકડો નીચે આવી રહ્યો હતો.

નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં 8 કોર સેક્ટર્સની વિકાસ દરમાં પણ ઘટાડો નોધાયો હતો. જૂલાઇ મહિનામાં 8 કોર સેક્ટર્સની ગ્રોથ ઘટીને 2.1 ટકા પર આવી ગયો હતો. છેલ્લા વર્ષે સમાન સમયગાળામાં એટલે કે જૂલાઇમાં 2018માં આ 7.3 ટકા હતી. આઠ મુખ્ય ઉદ્યોગમાં કોલસા, ફૂડ, ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી આવે છે.