નવી દિલ્લી: ભારતીય નૌસેનાની તાકાતમાં INS અરિહંતને સમાવ્યા પછી ઈંડિયન નેવી શક્તિશાળી બની ગયું છે. ભારતીય નૌસેનામાં ગુપ્ત રીતે નવી સ્વદેશી પરમાણુ સબમરિનને સમાવી દીધી છે. INS અરિહંત દેશામાં નિર્માણ થયેલી ન્યૂક્લિયર આર્મ્ડ સબમરિન છે અને તેને ઈંડિયન નેવીમાં સમાવી લેવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે આ સબમરિનને આ વર્ષના ઓગસ્ટ મહિનામાં નેવીમાં સમાવવામાં આવી હતી. એક રિપોર્ટ પ્રમાણે, હવે ભારત છઠ્ઠો એવો દેશ બની ગયો છે, જેની પાસે પોતાને ત્યાં નિર્માણ થયેલી પરમાણુ આર્મ્ડ સબમરીન છે.

આ સબમરિનનું કામ શરૂ કર્યા પછી હવે ભારત દુનિયાના એવા પસંદગીના દેશોમાં સમાવેશ થયો છે, જેની પાસે હવા, જમીન અને પાણીથી માર કરવાની પરમાણુ મિસાઈલો છે. ભારત આવી ત્રણ સબમરિનનું નિર્માણ કરી રહ્યો છે, જેમાં અરિંહત પહેલી સબમરિન છે. આ સબમરિનને દુનિયાથી છુપાવીને રાખવામાં આવી હતી.

એક અંગ્રેજી ચેનલ દ્વારા પ્રગટ કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે, ફેબ્રુઆરી 2016માં આ ઑપરેશનને તૈયાર કરવામાં આવ્યું હતું, જેના પછી ઓગસ્ટ 2016માં પીએમ મોદીએ ગુપ્ત કાર્યક્રમમાં આ સબમરિનને ભારતીય નૌસેનાને સોંપી હતી. આ સાથે ભારત સિવાય અમેરિકા, યૂકે, ફ્રાંસ, રશિયા અને ચીનની પાસે સ્વદેશી સબમરિનો છે.