નવી દિલ્હી: ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઇ ગુમ થયા હોવાની જાણકારી મળી છે. ત્યારબાદ ફ્રાન્સ સરકારે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ટરપોલના મુખ્યાલય ફ્રાન્સના લિયોન શહેરમાં છે. ફ્રાન્સ પોલીસ અનુસાર મેંગ ફ્રાન્સથી ચીન જવા માટે રવાના થયા હતા.
મેંગની પત્નીએ જણાવ્યું કે, પતિ સાથે તેની છેલ્લી મુલાકાત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થઇ હતી. મેંગ 29 સપ્ટેમ્બરે ફ્રાન્સથી ચીન જવા માટે રવાના થયા હતા. મેંગ હોન્ગઈ ચીનના રહેવાસી છે. મેંગ નવેમ્બર 2016માં ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા હતા. આ પહેલા તેઓ પબ્લિક સિક્યોરિટીના ઉપમંત્રી હતા. 95 વર્ષના ઇતિહાસમાં મેંગ પહેલા એવા ચીની નાગરિક છે, જેઓ ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા.