નવી દિલ્હી: આઇએનએક્સ મીડિયા કેસ મામલે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમને જામીન મળી ગયા છે. ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. તેમણે જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું 106 દિવસ સુધી કેદમાં રાખ્યા બાદ પણ મારા વિરુદ્ધ એક પણ આરોપ નક્કી થયો નથી. ચિદમ્બરમ તિહાડ જેલમાંથી મુક્ત થયા બાદ સીધા જ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા.

ચિદમ્બરના સ્વાગત માટે તિહાડ જેલની બહરા હજારોની સંખ્યામાં કૉંગ્રેસ સમર્થક હાજર રહ્યાં હતા. આ દરમિયાન ચિદમ્બરમના પુત્ર અને સાંસદ કાર્તિ પણ આવ્યો હતો. તેમણે કહ્યું સુપ્રીમ કોર્ટનો આભારી છું તેમણે જામીન આપ્યા. હું સોનિયા ગાંધી, મનમોહનસિંહ , રાહુલ ગાંધી સહિત સમગ્ર કૉંગ્રેસના નેતૃત્વનો આભારી છે. જેઓએ સહયોગ આપ્યો.


પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યું, મારા પિતા આવતીકાલના સત્રમાં સંસદમાં હાજર રહેશે. પી ચિદમ્બરમ રાજ્યસભાના સભ્ય છે. પિતાને જામીન મળ્યા બાદ કાર્તિએ ટ્વિટ કરીને લખ્યું, આખરે 106 દિવસ બાદ જામીન મળ્યા.

આ પહેલા ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા કેસમાં જામીન મળી ચૂક્યા છે. ચિદમ્બરમે આ મામલે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટો પોતાના ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. બુધવારે સુપ્રીમ કોર્ટે 2 લાખના બૉન્ડની સાથે આ જમીન આપ્યા છે.

ચિદમ્બરમ માટે આ મોટી રાહત છે કે કેમકે છેલ્લા 106 દિવસથી તપાસ એજન્સી કે ન્યાયિક કસ્ટડીમાં હતા. જામીન આપતા કોર્ટે ચિદમ્બરમને એ પણ કહ્યું કે તે કેસ મામલે સાર્વજનિક નિવેદન કે ઇન્ટરવ્યૂ ના આપે. સાથે દેશ છોડવા પર પણ કોર્ટે રોક લગાવી દીધી છે.