યૂએઈ સરકાર તરફથી લોકોને વધારે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. 10 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં માત્ર 179 નવા કેસ સામે આવ્યા હતા અને માત્ર 1 મહિનાના અંદર આ સંખ્યા 5 ગણી વધી ગઈ છે.
બીસીસીઆઈ સૂત્રો અનુસાર આ સંખ્યા આજે સામે આવ્યા બાદ અલગ અલગ ફ્રેન્ચાઈઝીઓ-ટીમોને વધારે સાવચેત રહેવા અને એસઓપીનું પાલન કડકાઈથી કરવા માટે કહેવામાં આવ્યું છે. આઈપીએલને હવે માત્ર 7 દિવસ બાકી છે એવામાં બોર્ડની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
યૂએઈમાં અત્યાર સુધીમાં 77842 કોરોનાના કેસ સામે આવ્યા છે જેમાંથી 8982 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 398 લોકોના મોત થયા છે. સરકાર તરફથી સતત સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમ છતાં લોકો રેસ્ટોરન્ટ્સ સહિત અલગ અલગ જાહેર સ્થળો પર જઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની સંખ્યા આટલી બધી આવતા હવે સરકાર પણ ચિંતિત છે.