નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના મામલા રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન દેશમાં વિકસિત થઈ રહેલી ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સીનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત બાયોટેકે કોવેક્સીનનું પ્રાણીઓ પર સફળ પરીક્ષણ રહ્યું હોવાની જાહેરાત કરી છે.


હૈદરાબાદ સ્થિત ફર્મે ટ્વિટ કરીને કહ્યું, ભારત બાયોટેક ગૌરવથી કોવેક્સીનના પશુ પરિણામોની જાહેરાત કરે છે. આ પરિણામ એક લાઇવ વાયરલ ચેલેન્જ મોડલમાં સુરક્ષાત્મક પ્રભાવકારિતા પ્રદર્શિત કરે છે. કંપનીએ કહ્યું કે, કોવેક્સીનથી વાંદરામાં વાયરસ પ્રત્યેની એન્ટીબોડી વિકસિત થઈ હતી.



ભારત બાયોટેક, આઈસીએમઆર સાથે મળીને કોરોના વેક્સીન કોવેક્સીન બનાવી રહ્યું છે. સ્વદેશી કોવેક્સીનને ડ્રગ રેગુલેટરથી ટ્રાયલના બીજા તબક્કાની મંજૂરી મળી છે. બીજા તબક્કાનું પરીક્ષણ સાત સપ્ટેમ્બરથી શરૂ થયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,59,985 પર પહોંચી છે. જેમાંથી 9,58,316 એક્ટિવ કેસ છે. જ્યારે 36,24,197 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડ 97,570 કેસ નોંધાયા છે. જ્યારે 1201 લોકોના મોત થયા છે.