IPS Officer Salary: UPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારો IAS અથવા IPS ઓફિસર બનવાનું સપનું જુએ છે. તમે IAS સંબંધિત વિગતો વિશે ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને IPS સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું.


UPSC પરીક્ષામાં રેન્કના આધારે, વ્યક્તિને IAS, IFS, IPS અથવા અન્ય સેવાઓ પસંદ કરવાની તક મળે છે. જો કે, જે ઉમેદવારો વર્દીને પ્રેમ કરે છે તેઓ IPS પસંદ કરે છે. આઈપીએસ અધિકારી(IPS Officer)ની નોકરી પડકારોથી ભરેલી હોય છે. સમાજની સુરક્ષાની જવાબદારી તેના ખભા પર છે.


જ્યારે ઉમેદવાર UPSC CSE પરીક્ષા પાસ કર્યા પછી IPS ની પસંદગી કરે છે, ત્યારે સૌ પ્રથમ તેણે તાલીમ માટે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસૂરી (LBSNAA) પહોંચવું પડે છે. થોડા મહિનાની તાલીમ બાદ IPS કેડેટ્સને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ (SVPNPA)માં મોકલવામાં આવે છે. જ્યાં એક વર્ષ માટે સખત તાલીમ આપવામાં આવે છે.


IPS બન્યા પછી, ઉમેદવારને જે પ્રથમ પોસ્ટ મળે છે તે નાયબ પોલીસ અધિક્ષક(Deputy superintendent of Police)ની છે. આ સમય દરમિયાન તે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ શીખે છે. પોલીસમાં સૌથી મોટા અધિકારી ડીજીપી એટલે કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (director general of police) છે. બહુ ઓછા લોકો આ પદ સુધી પહોંચે છે. ડીજીપીના પદ પર તૈનાત વ્યક્તિ પાસે ઘણી શક્તિ હોય છે. આ સાથે અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. IPS અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે જવાબદાર છે. પ્રમોશન સાથે તેઓ ડેપ્યુટી એસપીથી એસપી, ડીઆઈજી, આઈજી અને ડીજીપી જેવા હોદ્દા પર પહોંચી જાય છે.


કઈ પોસ્ટ માટે કેટલો પગાર?



  • નાયબ પોલીસ અધિક્ષકઃ રૂ. 56 હજાર 100

  • અધિક પોલીસ અધિક્ષકઃ રૂ. 67 હજાર 700

  • પોલીસ અધિક્ષકઃ રૂ. 78 હજાર 800

  • નાયબ પોલીસ મહાનિરીક્ષકઃ રૂ. 1 લાખ 31 હજાર

  • પોલીસ મહાનિરીક્ષક રૂ. 1 લાખ 44 હજાર 200

  • અધિક પોલીસ મહાનિર્દેશકઃ રૂ. 2 લાખ 5 હજાર

  • પોલીસ મહાનિર્દેશકઃ રૂ. 2 લાખ 25 હજાર


ભથ્થાં મળે છે


IPS પોસ્ટ પર તૈનાત અધિકારીઓને અનેક ભથ્થાનો લાભ મળે છે. જેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, મુસાફરી ભથ્થું, સિક્યોરિટી પર્સનલ અને પર્સનલ સ્ટાફ, તબીબી સુવિધા, બાળકોના શિક્ષણ માટે વાર્ષિક શિક્ષણ ભથ્થું જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, શૈક્ષણિક રજા સિવાય, તેમને અભ્યાસ માટે 16 દિવસની CL અને 30 દિવસની EL પણ મળે છે.