Iran Visa: ઈરાને વિઝાની શરતોમાં ફેરફાર કરીને ભારતીય નાગરિકો માટે વિઝા સુવિધા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. મતલબ કે ભારતીય નાગરિકો હવે માત્ર પાસપોર્ટથી જ ઈરાન જઈ શકશે, પરંતુ આ સુવિધા માત્ર ઈરાન પ્રવાસ માટે જનારાઓને જ મળશે. ઈરાને જાહેરાત કરી છે કે ભારતના નાગરિકો માટેની વિઝા આવશ્યકતાઓ 4 ફેબ્રુઆરી 2024 થી નાબૂદ કરવામાં આવશે, જે નીચેની શરતોને આધીન છે.


 







  • સામાન્ય પાસપોર્ટ ધરાવતા લોકોને દર છ મહિનામાં એકવાર વિઝા વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, વધુમાં વધુ 15 દિવસના રોકાણને આધીન. એ નોંધવું અગત્યનું છે કે 15 દિવસની અવધિ વધારી શકાતી નથી.

  • વિઝા માફીની સુવિધા ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકમાં પ્રવાસન હેતુઓ માટે પ્રવેશતા લોકોને જ લાગુ થશે.

  • જો ભારતીય નાગરિકો લાંબા સમય સુધી રહેવા માંગતા હોય અથવા છ મહિનાની અંદર વધારે એન્ટ્રી કરવા માંગતા હોય અથવા અન્ય પ્રકારના વિઝા મેળવવા માંગતા હોય જો જરૂરી હોય તો, તેઓએ ભારતમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સંબંધિત પ્રતિનિધિત્વ દ્વારા જરૂરી વિઝા મેળવવાના રહેશે.

  • આ મંજૂરીમાં ઉલ્લેખિત વિઝા માફી ફક્ત તે ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે જેઓ માત્ર હવાઈ સરહદ દ્વારા દેશમાં પ્રવેશ કરે છે.


ડિસેમ્બર 2023 મા, ઈરાને તેના રાજદ્વારી સંબંધોમાં સકારાત્મક વિકાસ દર્શાવતા 33 દેશોના નાગરિકો માટે વિઝા આવશ્યકતાઓને દૂર કરવાની જાહેરાત કરી. તાજેતરમાં મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામે ભારતના મુલાકાતીઓ માટે વિઝાની આવશ્યકતાઓને માફ કરી દીધી હતી. આ અગાઉ, ઈરાને તુર્કી, અઝરબૈજાન પ્રજાસત્તાક, ઓમાન, ચીન, આર્મેનિયા, લેબેનોન અને સીરિયાના મુલાકાતીઓ માટે વિઝા માફી આપી હતી.


ઈરાનના નવા વિઝા-માફી કાર્યક્રમ માટે મંજૂર કરાયેલા દેશો આ મુજબ છે
ભારત, રશિયા, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, સેશેલ્સ , ઇન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, મલેશિયા, વિયેતનામ, બ્રાઝિલ, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસ.