US Iran war end 2026: મધ્ય પૂર્વમાં 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધનો અંત આવવાની આશા જાગી છે. બંને દેશો વચ્ચે શાંતિ કરાર માટેના પ્રયાસો હવે તેજ બન્યા છે. ઈરાને અમેરિકાના શાંતિ પ્રસ્તાવનો જવાબ પાકિસ્તાન મારફતે મોકલી આપ્યો છે. હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) ફરી શરૂ કરવા માટે કામચલાઉ કરાર પર ચર્ચા ચાલી રહી છે. જો આ કરાર સફળ થશે, તો મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર રહેતી દુનિયાને સર્જાયેલી ઊર્જા કટોકટીમાંથી મોટી રાહત મળી શકે છે.

Continues below advertisement

પાકિસ્તાન મારફતે ઈરાને મોકલ્યો જવાબ

રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA ના હવાલાથી એક મોટું અપડેટ આપ્યું છે. રિપોર્ટ મુજબ, 2 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધને રોકવા માટે અમેરિકાએ જે પ્રસ્તાવ મૂક્યો હતો, તેનો જવાબ ઈરાને આપી દીધો છે. આ જવાબ પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવ્યો છે, જે આ સમગ્ર મામલામાં મધ્યસ્થી તરીકે મોટી ભૂમિકા ભજવવાનો દાવો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને પોતાના પ્રસ્તાવમાં સ્પષ્ટ કર્યું છે કે હાલની વાટાઘાટો માત્ર આ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને હિંસાને રોકવા પૂરતી જ સીમિત રહેશે.

Continues below advertisement

કામચલાઉ કરાર (MOU) પર પહોંચવાનો પ્રયાસ

રોઇટર્સના રિપોર્ટમાં બંને પક્ષોની માહિતીના આધારે જણાવાયું છે કે, આ લેટેસ્ટ શાંતિ પ્રયાસોનો મુખ્ય હેતુ યુદ્ધને તાત્કાલિક અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ફરીથી શરૂ કરવા માટે કોઈ કામચલાઉ કરાર (MOU) પર સહી કરવાનો છે. એકવાર આ કામચલાઉ કરાર થઈ જાય, ત્યારબાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા વધુ જટિલ અને મોટા વિવાદો ઉકેલવા માટે ભવિષ્યમાં વ્યાપક ચર્ચાઓ કરવામાં આવશે.

આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!

કેવી રીતે શરૂ થયું હતું આ યુદ્ધ?

તમને જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પુત્ર મોજતબા ખામેનીએ સુપ્રીમ લીડર તરીકે સત્તા સંભાળી હતી. આ ઘટના પછી ઈરાને અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા દરેક હુમલાનો બદલો લીધો છે.

સાથે જ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરી દેતા દુનિયાભરના દેશોને આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. 10 મે સુધીની સ્થિતિ મુજબ, અમેરિકા અને ઈરાન હાલમાં એક નાજુક યુદ્ધવિરામ (સીઝફાયર) ની સ્થિતિમાં અટવાયેલા છે. બંને દેશો શાંતિ કરાર સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે, જોકે આ અગાઉ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વિના જ સમાપ્ત થઈ ગઈ હતી.

મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી