IRCTC Raipur Tour Package: જો તમે છત્તીસગઢ (Chhattisgarh)માં રહો છો, તો વરસાદના વાતાવરણમાં સુંદર શહેર રાયપુરની (Raipur) સફર કરવા માંગો છો, તો ઇન્ડિયન રેલવે (Indian Railway) આના માટે તમારે એક બેસ્ટ પેકેજ આપવા જઇ રહ્યું છે. આ પેકેજ બહુજ વ્યાજબી છે, જે અંતર્ગત તમે માત્ર એક દિવસમાં રાયપુરની સફર કરી લેશો. તો વીકેન્ડ પર આ વખતે તમે આ પેકેજનો લાભ જરૂર ઉઠાવો. જાણો શું છે આ પેકેજની પુરેપુરી ડિટેલ્સ.......


રેલવેનુ ખાસ ટૂર પેકેજ - 
છત્તીસગઢનુ રાયપુર પોતાની સુંદરતા માટે આખા દેશમાં પ્રસિદ્ધ છે, અહીં તમને અનોખા પ્રાચીન મંદિર ઉપરાંત સુંદર ઝરણા પણ જોવા મળશે. જેની સુંદરતા વરસાદમાં વધુ વધી જાય છે. વળી, IRCTCના પેકેજ અંતર્ગત તમે જતમઇ ઘટરાની ઝરણું અને માં દુર્ગાનુ મંદિર પણ જોઇ શકશો. ખાસ વાત છે કે તમારી આ યાત્રા માત્ર એક દિવસમાં જ ખતમ થઇ જશે. 


અહીંથી કરાવી શકશો બુકિંગ - 
આઇઆરસીટીસીની જાણકારી અનુસાર, રાયપુરના ટૂરિસ્ટ પ્લેસ જોવા માટે તમારે બહુજ ઓછા પૈસા આપવા પડશે. તમે એક દિવસમાં માત્ર 1,865 રૂપિયા ચૂકવીને રાયપુર ફરી શકો છો. ઉલ્લેખનીય છે કે આ પેકેજનુ બુકિંગ તમે www.irctctourism.comની વેબસાઇટ પર પણ કરી શકો છો. 


પેકેજમાં શું છે ડિટેલ્સ - 
ઉલ્લેખનીય છે કે પેકેજની સુવિધાઓની તો આની શરૂઆત રાપયુર એરપોર્ટ પરથી થશે. જ્યાં કેબ ડ્રાઇવર તમને એરપોર્ટથી લઇને જતમઇ ઘટરાની ઝરણાં સુધી લઇ જશે. ત્યાં તમારે દેવી માંના મંદિર અને ઝરણાની મજા લેવા મળશે. આમ છતાં દિવસભર ફર્યા બાદ તમને એરપોર્ટ કે રેલવે સ્ટેશન છોડી દેવામાં આવશે, યાત્રામાં તમને ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ અને પાર્કિંગ અને ટૉલની ચૂકવણી નહીં કરવી પડે.


આ પણ વાંચો.. 


Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ


SBI Facility: સ્ટેટ બેંકના ગ્રાહકોને શાખામાં જવાની જરૂર નહીં પડે! તમામ કામ વોટ્સએપ દ્વારા ઘરે બેસીને થશે


Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો


Railway Concession to Senior Citizen: વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટવાળી ટ્રેન ટિકિટ સેવા ફરી શરૂ નહીં થાય!


Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, નવા 21,566 કેસ નોંધાયા, 45ના મોત