કોરોનાના વધતા કેસની વચ્ચે આજે પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક છે. તેમણે કહ્યું કે, બીજી લહેર તોફાન બનીને આવી  છે. પીએમ મોદીએ કહ્યું કે, આ પડકારનો સાથે મળીને સામનો કરવાનો છે.


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં લોકડાઉનને લઈને મોટી જાહેરાત કરી છે. મોદીએ લોકડાઉને લઈને રાજ્ય સરકારોને કહ્યું કે, લોકડાઉનનો વિકલ્પ સૌથી છેલ્લે રાખવામાં આવે. એટલે કે એકદમ ખરાબ સ્થિતિ આવે ત્યારે જ લોકડાઉન વિકલ્પને અપનાવવામાં આવે. મોદીએ કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા પર ભાર મુક્યો છે.


પીએમ મોદીએ બાળકોને આગ્રહ કર્યો કે મારા બાળ મિત્રો ઘરમાં એવું વાતાવરણ બનાવો કે કામ વગર ને કોઈપણ જરૂરી કારણ વગર તમે ઘરની બહા ન નીકળો. પીએમ મોદીએ બાળકોને જવાબદારી આપી કે તેઓ ઘરવાળાઓને બહાર ન નીકળવા દે.


તેમણે કહ્યું કે, પડકાર ઘણો મોટો છે અને તેનો વિશ્વાસથી સામનો કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, ઓક્સીજન માગ ઘણી વધી ગઈ છે. ઓક્સિજનની સપ્લાઈ વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમામ દવા કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે.


મોદીએ કહ્યું કે, આપણી પાસે મજબૂત ફાર્મા સેક્ટર છે. તેમણે કહ્યું કે, 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં ફ્રી રસી મળતી રહેશે. તેમણે કહ્યું કે, દરેક જરૂરિયાતમંદને ઝડપથી રસી મળે.


પીએમ મોદીએ લોકડાઉનને કારણે પલાયન કરનારા મજૂરોને અપીલ કરતાં કહ્યું કે, જે જ્યાં છે ત્યાં જ રહે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર તેમનામાં વિશ્વાસ બનાવી રાખે. તેની સાથે જ પીએમ મોદીએ શ્રમિકોને કહ્યું કે, તેમને ત્યાં જ વેક્સીન લાગશે.


મોદીએ તેમના સંબોધનમાં રામનવમી અને રમઝાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.  તેમણે એમ પણ કહ્યું કે, જે પરિવારજનોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. પીએમ મોદીએ બાળકોને આગ્રહ કર્યો કે મારા બાળ મિત્રો ઘરમાં એવું વાતાવરણ બનાવો કે કામ વગર ને કોઈપણ જરૂરી કારણ વગર તમે ઘરની બહા ન નીકળો. પીએમ મોદીએ બાળકોને જવાબદારી આપી કે તેઓ ઘરવાળાઓને બહાર ન નીકળવા દે.