ISRO Bomb Threat: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરો (ISRO) ના મુખ્યાલયને ગુરુવારે (2 જુલાઈ, 2026) બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો એક ઈમેલ મળ્યો હતો. આ પછી સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ઇસરોના મુખ્યાલયને ખાલી કરાવ્યું અને સમગ્ર ઇસરો મુખ્યાલય પરિસરમાં બોમ્બની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.

Continues below advertisement

 

પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ ટીમ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) ઇસરો મુખ્યાલય પહોંચ્યા હતા. સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં હાજર તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર પરિસરની ઝીણવટભરી તલાશી લેવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તપાસ બાદ આ ધમકીને ફેક ગણાવી છે. પોલીસે જણાવ્યું કે સંજયનગર પોલીસ સ્ટેશન ઈમેલ મોકલનારની ઓળખ કરવા અને તેની સાથે જોડાયેલા અન્ય પાસાઓની તપાસ કરી રહ્યું છે. મામલાની તપાસ હજી ચાલુ છે.

Continues below advertisement

આ પણ વાંચો...Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ

સુરક્ષા એજન્સીઓએ ISRO અને આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દીધી

દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા અને ISRO મુખ્યાલયને નિશાન બનાવવાની ધમકીના અહેવાલોએ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર મૂકી દીધી છે. જોકે ધમકી બાદ કટોકટી પ્રોટોકોલ અનુસાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ બેંગલુરુ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ISRO મુખ્યાલય અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા પગલાં વધુ કડક બનાવ્યા છે.

ટેકનિકલ દેખરેખનો ઉપયોગ કરીને, પોલીસ ટીમે 30 જૂને શંકાસ્પદ વ્યક્તિને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના સંયોગ નગરમાં શોધી કાઢ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેના નિવાસસ્થાને શંકાસ્પદ નિશાંત ત્યાગીની પૂછપરછ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાગીએ ઓપન સ્કૂલિંગ દ્વારા પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું. તેણે 2010 માં ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લીધું હતું પરંતુ તે પૂરું કર્યું નહોતું.

માનસિક સ્વાસ્થ્ય અને આગળની તપાસ પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે તે કથિત રીતે 2008 થી માનસિક બીમારીથી પીડિત છે. તે વર્ષોથી વિવિધ તબીબી સંસ્થાઓમાં સારવાર લઈ રહ્યો છે. તેના પરિવારના સભ્યોએ પણ પોલીસને તેના લાંબા મેડિકલ હિસ્ટ્રી વિશે જણાવ્યું હતું. પોલીસે માહિતી આપી કે તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી. ઈમેલ મોકલવા પાછળનો હેતુ અને પરિસ્થિતિઓનો પતો લગાવવા માટે તપાસ ચાલુ છે, જેના પરિણામના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.