શ્રીહરિકોટા: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આજે રાતે બે વિદેશી ઉપગ્રહો લોન્ચ કરશે. તેના PSLV C42 મિશન માટે ઊલટી ગણતરી શનિવારે બપોર બાદ 1 વાગ્યાને 8 મિનિટ પર શરૂ થઈ ગઈ છે. તેનું લોન્ચિંગ અહીં સ્થિત સતીશ ધવન પ્રક્ષેપણ કેન્દ્રના પહેલા લોન્ચ પેડ પરથી આજે રાતે 10:08 વાગ્યે થશે. આ મિશનમાં બ્રિટેનના બે ઉપગ્રહો, નોવા એસએઆર અને એસઆઈ-4 ને અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. જેનું કુલ વજન 889 કિલો છે. ઇસરોનું આ મિશન કોમર્શિયલ રહેશે. આ સેટેલાઈટને 583 કિલોમીટરની ઉંચાઈ પર સન સિન્ક્રોન્સ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. તેને બ્રિટિશ કંપની સરે સેટેલાઇટ ટેક્નોલોજીજ લિમિટેડને ડેવલોપ કર્યા છે. આ ઉપગ્રહનું લોન્ચિંગ ફોરેસ્ટ મેપિંગ, પૂર તથા કુદરતી આફતો પર નજર રાખવા માટે કરવામાં આ