નવી દિલ્હીઃ અવકાશ એજન્સી (Space Agency) ઇસરોએ ભારતના ચંદ્રયાન-2 ઉપગ્રહથી લેવામાં આવેલી આ તસવીર જાહેર કરી છે. ઇસરોએ આ તસવીરો ટ્વિટ કરી છે. ઇસરો તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે 23 ઓગસ્ટને ચંદ્રયાન 2ના ટેરેન મેપિંગ કેમેરા -2 (TMC-2) દ્ધારા લૂનર સપાટી પર લગભગ 4375 કિલોમીટરની ઉંચાઇ પર જેક્સન, મચ, કોરોલેવ અને મિત્રા નામના ખાડાઓ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે આ ઉપગ્રહ વર્તમાનમાં ચંદ્રની કક્ષામાં છે.


આ અગાઉ ગુરુવારે પણ ઇસરોએ આ પ્રકારની તસવીરો જાહેર કરી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની હેડઓફિસે કહ્યુ કે, ચંદ્રયાન-2ના એલઆઇ4 કેમેરાએ ચંદ્રની આ તસવીરો ચંદ્રની સપાટીથી 2650 કિલોમીટરની ઉંચાઇથી 21 ઓગસ્ટના રોજ ક્લિક કરી હતી. ઇસરોએ ચાર ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2 ઉપગ્રહ દ્ધારા લેવામાં આવેલી પૃથ્વીની તસવીરો રીલિઝ કરી હતી.

નોંધનીય છે કે ચંદ્રયાન-2, ત્રણ મોડ્યુલ અવકાશ યાન છે જેમાં ઓર્બિયર,  લેન્ડર અને રોવર છે. તેને 22 જૂલાઇના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર ઉતરશે.