IT સેક્ટર પર મંદીની કોઇ અસર નહી, જાણો કેટલા લોકોને અપાઇ નોકરીઓ?
abpasmita.in
Updated at:
26 Aug 2019 08:25 PM (IST)
છેલ્લા છ મહિનામાં આ આઇટી ઇન્ડસ્ટ્રી દ્ધારા કોઇ એક ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ નોકરીઓ આપવામાં આવી છે
NEXT
PREV
નવી દિલ્હીઃ દેશ અને દુનિયાની આર્થિક મંદીની ભારતના આઇટી સેક્ટર પર કોઇ અસર પડતી જોવા મળી રહી નથી. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઇટી સેક્ટરમાં રેકોર્ડની સંખ્યાની ભરતીઓ કરવામાં આવી છે. એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળામાં ઇન્ફોમેશન ટેકનોલોજી ઉદ્યોગમાં રેકોર્ડ 85000 નવી નોકરીઓ આપી છે. છેલ્લા છ મહિનામાં આ આઇટી ઇન્ડસ્ટ્રી દ્ધારા કોઇ એક ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ નોકરીઓ આપવામાં આવી છે ઇક્વિટી રિસર્ચ ફર્મ સીએલએસએની એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
જાણકારોના મતે આઇટી કંપનીઓને આ માંગ ભવિષ્યમાં ખૂબ મજબૂત રહેવાની આશા છે એટલા માટે તે ભરતીમાં તેજી લાવી રહી છે. ઓનસાઇટ લોકેશન એટલે કે કંપનીએ પોતાની ઓફિસ અને ઇનહાઉસ પ્રોજેક્ટમાં કામ કરનારા કર્મચારીઓની ભરતી પણ મોટી સંખ્યામાં કરી છે.
એક ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં એચ-1બી નિયમોમાં કડક કાર્યવાહીના કારણે હવે આઇટી કંપનીઓ ઘરેલુ ઓફિસોમાં ભરતી વધારવા માટે મજબૂર થઇ ગઇ છે. સીએલએસએ અનુસાર, આઇટી કંપનીઓએ આ અગાઉ વર્ષ 2012-13માં પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 50 હજારની ભરતી કરી છે પરંતુ 2013-14ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં આ સંખ્યા ઘટીને 38000 રહી ગઇ છે. ત્યારબાદ વર્ષ 2015-16ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા વધીને 70 હજાર સુધી પહોંચી ગઇ છે. પરંતુ ત્યારબાદ વર્ષ 2017-18ની માર્ચ એટલે કે અંતિમ ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા ખૂબ ઘટીને ફક્ત 10 હજાર થઇ ગઇ છે. ત્યારબાદ ભરતીમાં સતત વધારો થઇ રહ્યો છે.
છેલ્લા ત્રિમાસિક ગાળામાં દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિઝે લગભગ 12356 કર્મચારીઓની ભરતી કરી છે. જે છેલ્લા પાંચ વર્ષમાં કોઇ એક ત્રિમાસિક ગાળામાં કંપની દ્ધારા કરવામાં આવેલી સૌથી મોટી ભરતી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -