ISRO SSLV-D1 Mission: અંતરિક્ષ એજન્સીનું પહેલું નાના ઉપગ્રહને લોન્ચ કરવાનું યાન (SSLV) ટર્મિનલ સ્ટેજમાં ડેટા લોસનું શિકાર બન્યુ હતું અને તેનાથી સંપર્ક કપાઈ ગયો છે. આ જાણકારી ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે આપી છે. તેમણે જણાવ્યું કે, બાકીના ત્રણ સ્ટેજમાં ઉમ્મીદ મુજબ પ્રદર્શન થયું છે અને હાલ એજન્સી પ્રક્ષેપણ યાન અને ઉપગ્રહોની સ્થિતિનું આકલન કરવા માટે આંકડાનું વિશ્લેષણ કરી રહી છે. SSLV-D1/ISO-02 એક પૃથ્વીના અવલકનને કરતો ઉપગ્રહ અને બીજો વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ ઉપગ્રહ અંતરિક્ષમાં સ્થાપિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.


ટર્મિનલ સ્ટેજમાં સંપર્ક કપાયોઃ


ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે શ્રીહરિકોટામાં લોન્ચિંગ થયાની કેટલીક મિનીટો બાદ અભિયાન નિયંત્રણ કેન્દ્રને કહ્યું કે, "બધા સ્ટેજમાં આશા મુજબ પ્રદર્શન કર્યું. પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજમાં પોત-પોતાનું કામ કર્યું હતું. પરંતુ ટર્મિનલ સ્ટેજમાં કેટલોક ડેટા લોસ થયો અને અમે આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમે જલ્દી જ પ્રક્ષેપણ યાનના પ્રદર્શનની સાથે જ ઉપગ્રહોની સ્થિતિ અંગે જાણકારી આપીશું. એસ. સોમનાથે વધુમાં કહ્યું કે, અમે ઉપગ્રહોને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરાયા કે ના કરાયા હોવાના સંબંધે મિશનના અંતિમ પરિણામો સાથે જોડાયેલા આંકડાઓના વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં છીએ. કૃપા કરીને રાહ જુઓ અમે તમને જલ્દી જ બધી જાણકારી આપીશું."


SSLVએ 'આઝાદીસેટ' લઈને ઉડાન ભરીઃ


ઈસરોએ પોતાના પહેલું SSLV મિશન આજે રવિવારે સવારે શરુ કર્યું હતું. આ એસએસએલવી એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ IOS-02 અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ એક ઉપગ્રહ 'આઝાદીસેટ' લઈને ઉડાન ભરી હતી. ઈસરોનો ઉદ્દેશ ઝડપથી વધી રહેલા SSLV બજારનો મોટો ભાગ બનવાનો છે. લગભગ સાડા સાત કરવાની ઉલટી ગણતરી બાદ 34 મીટર લાંબા એસએસએલવીએ ઉપગ્રહોને નિર્ધારીત કક્ષામાં સ્થાપિત કરવા માટે સવારે 9 વાગીને 18 મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું.