Corona Pandemic: દેશમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ મામલાને ધ્યાનમાં લેતા હવે કેન્દ્ર સરકાર (Union Government) ચિંતામાં મુકાઇ ગઇ છે. આ સિલસિલામાં કેન્દ્રએ વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી છે, અને સાથે સાથે દેશના 6 રાજ્યોને એલર્ટ માટે પત્ર લખ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhooshan) દેશના છ મોટા રાજ્યા, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા, તામિલનાડુના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવોને અલગ અલગ પત્ર લખ્યો છે.


આ પત્રમાં રાજશ ભૂષણે દરેક રાજ્યમાં તે જિલ્લાઓની અલગ અલગ જાણકારી આપી છે, જ્યાં કૉવિડ સંક્રમણથી છેલ્લા એક મહિનાથી ઝડપથી વધારો થયો છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, તમામ રાજ્યોને આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખતા વધારાની સતર્કતા અને સાવધાની રાખવી જોઇએ, અને કૉવિડ પ્રૉટોકોલનુ પાલન કરવુ જોઇએ. 


આની સાથે પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, રાજ્યોને સંક્રમિત વ્યક્તિઓની સારવારની ખરેખરમાં યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ, અને પુરેપુરી પ્રક્રિયાનુ પાલન કરવુ જોઇએ. આ ઉપરાંત કૉવિડ રસીકરણ પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યોને તમામ સંદિગ્દ વ્યક્તિઓને એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓને જીનૉમ સિક્વેન્સિંગ માટે મોકલવા જોઇએ. 


ભૂષણે આ પત્રમાં કહ્યું છે કે કૉવિડથી નિપટવા માટે દેશમાં કોઇપણ સંશાધનની કમી નથી. રાજ્યોને આનો પુરેપુરો ઉપયોગ કરવો જોઇએ.


 


આ પણ વાંચો....... 


સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ


રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા


કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા


નિલા સ્પેસીસ મેટાવર્સની મદદથી ગિફ્ટ સિટી ખાતે આકાર પામવા જઈ રહેલા શહેરી આવાસીય પ્રોજેક્ટનું ભવિષ્યદર્શન કરાવ્યું


Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ