ISRO News: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ પાવર હેડ ટેસ્ટ આર્ટિકલ (PHTA) ના ત્રીજા હોટ ટેસ્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. આ સફળ પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્રગિરી સ્થિત ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC) ખાતે કરવામાં આવ્યું હતું.
ઇસરો અનુસાર, આ પરીક્ષણો ઇસરોના રોકેટમાં સેમી-ક્રાયોજેનિક એન્જિનના ઉપયોગ માટે માર્ગ મોકળો કરવા માટે હાથ ધરવામાં આવી રહ્યા છે.
ઇસરો સેમી-ક્રાયોજેનિક એન્જિન વિકસાવી રહ્યું છે
નોંધનીય છે કે ઇસરો સેમી-ક્રાયોજેનિક એન્જિન વિકસાવી રહ્યું છે. તેનો હેતુ રોકેટની પેલોડ ક્ષમતા વધારવાનો અને ભવિષ્યના લોન્ચ વાહનોને વધુ થ્રસ્ટ અથવા પાવર આપવાનો છે.
ઇસરોએ શું કહ્યું?
ઇસરોએ કહ્યું કે 28 મેના રોજ હાથ ધરવામાં આવેલા ત્રણ-સેકન્ડના પરીક્ષણ દરમિયાન એન્જિન સફળતાપૂર્વક શરૂ થયું હતું. પરીક્ષણ પરિણામો અપેક્ષા મુજબ હતા. તે તેના રેટેડ પાવર લેવલના 60 ટકા પર કાર્યરત હતું. નોંધનીય છે કે ઇસરો એ 28 માર્ચે પહેલું સફળ હોટ ટેસ્ટ કર્યું હતું. બીજું પરીક્ષણ 24 એપ્રિલે કરવામાં આવ્યું હતું.
હવે ખેડૂતોને તેમના ખેતરની માટીનું પરીક્ષણ કરાવવા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નહીં રહે. ઇસરોના એક નિવૃત્ત વૈજ્ઞાનિકે એક એવું અદભુત ડિવાઇસ બનાવ્યું છે જે માત્ર 10 સેકન્ડમાં જ સોઇલ ટેસ્ટિંગ કરી શકે છે. આ ડિવાઇસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેક્ટ્રોસ્કોપી જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જમીન ચકાસણી તેમજ પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે આ AI સોઇલ એનાલાઇઝર ડિવાઇસ વિકસાવ્યું છે. તેઓ જણાવે છે કે આ ઉપકરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા, વિજ્ઞાન પ્રત્યેનો તેમનો લગાવ અને એક ખેડૂતપુત્ર તરીકેનું ઋણ અદા કરવાની ભાવનાનું પરિણામ છે. વર્ષ 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ ડૉ. પટેલને કહ્યું હતું કે, "વૈજ્ઞાનિક, મારા ખેડૂત માટે કંઇક કરો.." આ વાત ડૉ. પટેલના મન પર ઊંડી અસર કરી ગઈ અને ત્યારથી જ તેમની કૃષિ વિષયક શોધ અને સંશોધનની યાત્રા શરૂ થઈ.