PSLV-C54: PSLV-C54: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માટે 26 નવેમ્બરની તારીખ ખૂબ જ ખાસ રહેવાની છે. આ દિવસે ઇસરો ઓશનસેટ-3 અને 8 નેનો સેટેલાઇટ સાથે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી PSLV-C54-EOS-06 મિશન લોન્ચ કરશે, જેમાં ભૂટાનનો એક ઉપગ્રહ પણ સામેલ છે. આ કાર્યક્રમ અંગે નેશનલ સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે તેને શનિવારે (26 નવેમ્બર) સવારે 11.56 કલાકે લોન્ચ કરવામાં આવશે.






ISROના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "EOS-06 (OceanSat-3) અને 8 નેનો સેટલાઈટ્સમાં પિક્સેલથી આનંદ, ભૂટાનસેટ, ધ્રુવ સ્પેસમાંથી બે થાયબોલ્ટ અને સ્પેસફ્લાઇટ યુએસએથી ચાર એસ્ટ્રોકાસ્ટ લોન્ચ કરવામાં આવશે.


ઈસરો ભારતનું પ્રાઇવેટ રોકેટ લોન્ચ કરી ચૂક્યું છે


ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈસરોએ દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ભારતે શુક્રવારે (18 નવેમ્બર) સવારે 11:30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી અવકાશમાં ઈતિહાસ રચ્યો હતો. રોકેટ વિક્રમ-એસ સ્કાયરૂટ એરોસ્પેસ નામની ખાનગી સ્પેસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. હવે ભારતનું નામ એ દેશો સાથે જોડાઈ ગયું છે, જેઓ અવકાશમાં ખાનગી કંપનીઓના રોકેટ મોકલે છે.


હવે રોકેટ લોન્ચિંગ સસ્તું થશે


વાસ્તવમાં ઈસરોએ ઓછા બજેટમાં રોકેટ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ લોન્ચિંગમાં સામાન્ય ઇંધણને બદલે લિક્વિડ નેચરલ ગેસ (LNG) અને લિક્વિડ ઓક્સિજન (LoX)નો ઉપયોગ કરવામાં આવશે. આ બળતણ સસ્તુ હોવાની સાથે પ્રદૂષણ મુક્ત પણ છે. સ્કાયરૂટ એરોસ્પેસ કંપની રોકેટના સફળ પ્રક્ષેપણને લઈને ખૂબ જ ગંભીર દેખાઈ હતી. 25 નવેમ્બર 2021 ના ​​રોજ નાગપુર સ્થિત સોલાર ઇન્ડસ્ટ્રી લિમિટેડની ટેસ્ટ ફેસિલિટીમાં પોતાના પ્રથમ  3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.


Milk Price Hiked: મોંઘવારીનો વધુ એક માર, મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ


Milk Price Hiked: સામાન્ય જનતાને મોંઘવારીમાં રાહત મળી રહી નથી. હવે ફરી દૂધના ભાવમાં વધારો થયો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે અને ફુલ ક્રીમ દૂધ હવે 63 રૂપિયા પ્રતિ લિટરને બદલે 64 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે. એટલે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થયો છે.


આ ઉપરાંત મધર ડેરીએ પણ ટોકન મિલ્કના ભાવમાં વધારો કરીને તેને લિટરદીઠ રૂ.2 મોંઘો કરી દીધું છે. મધર ડેરીએ ટોકન મિલ્ક 48 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 50 રૂપિયા પ્રતિ લિટર કર્યું છે.