નવી દિલ્હીઃ તમને જાણીને ખુશી થશે કે ભારત હવે ગગનયાન લૉન્ચિંગમાં દેશના ટૉપ 4 દેશની યાદીમાં આવવાનુ છે. ખાસ વાત છે કે ભારતનુ પહેલુ અંતરિક્ષ મિશન ગગનયાન 2023 માં લૉન્ચ કરવામાં આવશે. આની જાણકારી ખુદ ઇન્ફોર્મેશન ટેકનોલૉજી મિનીસ્ટર ડૉ. જિતેન્દ્ર સિંહે રાજ્યસભાના શિયાળુ સત્ર દરમિયાન આપી.


મંત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, લૉન્ચિંગ બાદ ભારત ટેકનિક ક્ષેત્રમાં દુનિયામાં અગ્રિમ દેશોમાં સામેલ થઇ જશે. તેમને બતાવ્યુ કે, 2022ના અંતમાં ઇસરો દ્વારા વિકસિત અંતરિક્ષ યાત્રી માનવ રૉબોટ વ્યોમિત્ર મિશન મોકલવામાં આવશે, અને 2023ના અંત પહેલા ગગનયાન મિશન પુરુ કરવામાં આવશે. આની તરતજ બાદમાં લૉન્ચિંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. 


રાજ્યસભામાં કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે બતાવ્યુ કે, મિશનના કામકાજમાં કોરોના મહામારીનો પ્રભાવ જોવા મળ્યો અને તેના કારણે મોડુ થયુ છે. પરંતુ હવે 2023 સુધી મિશનને પ્રાપ્ત કરવાની તૈયારીઓ પર જોર લગાવવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું ગગનયાન કાર્યક્રમનો ઉદ્દેશ્ય એક ભારતીય પ્રક્ષેપણ યાન પર મનુષ્યોને પૃથ્વીની નીચલી કક્ષા (LEO)માં મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાની ક્ષમતા પ્રદર્શિત કરવાનો છે. આમાં ભારતનુ નામ દુનિયામાં વધુ ઉંચુ થઇ જશે.


બતાવવામાં આવ્યુ કે સ્પેસસૂટ, ક્રૂ સીટ, અને વ્યૂપોર્ટ જલદી જ રશિયા સાથે વિતરિત કરવામાં આવશે, કેમ કે માઇક્રોગ્રેવિટી પ્રયોગોના વિકાસથી સંબંધિત ગતિવિધિયો શરૂ થઇ ગઇ છે. મંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે, ચાર ભારતીય વાયુ સેનાના અધિકારીઓનુ પ્રશિક્ષણ પહેલા જ ભારત અને રશિયા બન્ને દેશોમાં એક મહત્વપૂર્ણ તબક્કામાં શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. કેન્દ્ર સરકાર બેંગ્લુરુમાં અંતરિક્ષ યાત્રી પ્રશિક્ષણ સુવિધા સ્થાપિત કરી રહી છે, જેને જલ્દી પુરુ થવાની સંભાવના છે. જિતેન્દ્ર સિંહે બતાવ્યુ કે, તમામ તૈયારીઓ અમારા વૈજ્ઞાનિકો પુરેપુરી લગન અને મહેનતથી કરી રહ્યાં છે, જે પછી કહી શકાય છે કે 2013મા લૉન્ચિંગ ડેટ પણ દેશની સાથે શેર કરી દેવામાં આવશે.