કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલે ટ્વીટ કરીને આ સમાચારોની પુષ્ટી કરી છે, અને બીજેપી પર નિશાન સાધ્યુ છે. સુરજેવાલે કહ્યું- છેવટે બીજેપીના વકીલો મેદાનમાં આવી જ ગયા છે, ઇન્કમ ટેક્સ વિભાગે જયપુરમાં રેડ શરૂ કરી દીધી. ઇડી ક્યારે આવશે?
રાજીવ અરોડા એક મોટુ નામ છે. રાજીવ અરોડા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જ્વેલરી ડિઝાઇનર છે અને કેટલીયે બૉલીવુડ -હોલીવુડમાં તેની ડિઝાઇન કરેલી જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવી ચૂક્યો છે. આમ્રાપાલી ગ્રુપ ઓફ કંપનીઝના નામથી તેમનો બિઝનેસ છે. દિલ્હી, મુંબઇ સહિતના કેટલાય શહેરોમાં તેમના મોટા મોટા શૉરૂમ છે. વળી ધર્મેન્દ્ર રાઠોડ પણ અશોક ગેહલોતના ખુબ નજીકના મનાય છે.
આ બધાની વચ્ચે પાર્ટીના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે રાજ્યની અશોક ગેહલોત સરકારને કોઇ ખતરો નથી. પરિવહાન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે સંવાદદાતાઓને કહ્યું કે, કોંગ્રેસ સરકારની પાસે જાદુઓ આંકડો છે, અને રાજ્યની ગેહલોત સરકાર ક્યારે નહીં પડે. પાર્ટી નેતાઓ અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસની સાથે સાથે બીટીપીના બે, માકપાનો એક, રાષ્ટ્રીય લોકદળનો એક ધારાસભ્ય સહિત અનેક અપક્ષ ધારાસભ્યો પહોંચ્યા છે.
આ બધી ખેંચાખેંચની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયની બહાર લાગેલા પ્રદેશાધ્યક્ષ સચિન પાયલટના પૉસ્ટરો ઉતારી લેવામાં આવ્યા છે. આ પૉસ્ટરોને ઉતારીને કાર્યાલયના પરિસરમાં રાખવામાં આવ્યા છે, જોકે, પાર્ટી તરફથી આ અંગે હજુ સુધી કંઇપણ કહેવામાં નથી આવ્યુ.