Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના 'શીશમહલ'નો એક વીડિયો પહેલીવાર સામે આવ્યો છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પોતાના એક્સ પર એક વીડિયો શેર કરીને પૂર્વ સીએમ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે સાથે દિલ્હી બીજેપીએ પણ પોતાના હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સાથે સાથે કેજરીવાલ પર બીજેપીએ ગંભીર ભ્રષ્ટાચાર થયાના આરોપો પણ લગાવ્યા છે.
શીશમહેલનો આ વીડિયો ભાજપ દ્વારા આ શેર કરવામાં આવ્યો છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો શેર કર્યો અને તેને સેવન સ્ટાર બંગલો ગણાવ્યો. આ એ જ બંગલો છે જ્યાં પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ રહેતા હતા. તેમને દાવો કર્યો છે કે કેજરીવાલે પોતાના માટે 3.75 કરોડ રૂપિયાનો શીશમહેલ બનાવ્યો છે.
બીજેપીએ પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં જાણીતા ગાયક હની સિંહની ગીતની ધૂનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને આપના ચીફ અરવિંદ કેજરીવાલને મિલિયૉનેર કહેવામાં આવ્યા છે. આ વીડિયો કેજરીવાલના દિલ્હીના શીશમહેલનો હોવાનું કહેવાઇ રહ્યું છે. આ વીડિયો તમે અહીં જોઇ શકો છો.
વિરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પર હુમલો કર્યો છે અને કહ્યું કે, કેજરીવાલે જનતાના પૈસાનો ઉપયોગ કરીને પોતાના માટે 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યું છે. જે લોકો બાળકોના સોગંદ ખાઈને સરકારી મકાનો, વાહનો અને સુરક્ષા નહીં લેવાના ખોટા વાયદા કરે છે તેઓ કેવી રીતે દિલ્હીના કરદાતાઓની આવક લૂંટી રહ્યા છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેજરીવાલનું ઘર સામાન્ય માણસ જેવું નથી. તે 7 સ્ટાર હૉટલ જેવું લાગે છે. અંદરથી પણ તે તમામ સુવિધાઓથી સજ્જ છે. ઓપરેશન શીશમહેલમાં પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલના નવા 'મહેલ'માં 8 લાખ રૂપિયાના પડદા છે. 4 લાખ રૂપિયાની કિંમતના કોમૉડ છે. કરોડોની કિંમતનો માર્બલ લગાવવામાં આવ્યો છે. આ મામલો સીએમ હાઉસના રિનોવેશનના નામે 45 કરોડ રૂપિયાના ખર્ચ સાથે જોડાયેલો છે. અત્યાર સુધી બધું દસ્તાવેજો દ્વારા બતાવવામાં આવતું હતું. પ્રથમ વખત નવા સીએમ આવાસની અંદરનો વીડિયો સાર્વજનિક થયો છે.
સત્તા મળી તો કેજરીવાલ પણ બીજાઓ જેવા થઇ ગયા
ભાજપે કેજરીવાલની ઈમાનદારી પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપનું કહેવું છે કે કેજરીવાલ એ જ છે જેમણે એકવાર કહ્યું હતું કે તેમને 4-5 રૂમથી વધુ ઘરની જરૂર નથી. તેઓ વીઆઈપી કલ્ચરને લઈને આક્રમક હતા. પરંતુ ઓપરેશન શીશમહેલે બતાવ્યું છે કે જ્યારે તેમને ખુરશી મળી ત્યારે તેઓ પણ અન્ય જેવા બની ગયા હતા. જો કે, ઘણા કિસ્સાઓમાં તેણે બીજાને પાછળ છોડી દીધા.
આ પણ વાંચો
Safety Tips: કોઇપણ ઠગ તમને નહીં કરી શકે ડિજીટલ અરેસ્ટ, બસ અજમાવી લો આ ટિપ્સ