બાબુલ સુપ્રીયોએ કહ્યું છે કે મને લાતો મરાઈ છે અને મારા વાળ ખેંચી કઢાયા છે. આ ઘટના સમયે વીસી અને ગવર્નર પણ દોડીને આવ્યા હતા. જેઓએ બાબુલ સુપ્રીયોને બચાવ્યા હતા.આ ઘટના બાદ ભાજપમાં પણ રોષનો માહોલ છે.
કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે, પશ્વિમ બંગાળમાં અરાજકતા ફેલાયેલી છે. મમતા સરકાર આરોપીઓનું રક્ષણ કરી રહી છે. પશ્વિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હથળી રહી છે. અને મમતા સરકાક ઘોરનિંદ્રામાં છે.
ગુરૂવારે જાધવપુર યુનિવર્સિટીમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોનો ઘેરાવ કર્યો અને તેમને કાળા ઝંડા બતાવ્યા હતા. સુપ્રિયો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત એક સેમિનારને સંબોધિત કરવા માટે યુનિવર્સિટી આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડાબેરી વિદ્યાર્થી સંગઠને બાબુલ સુપ્રિયોની વિરુદ્ધ નારા લગાવ્યા અને લગભગ દોઢ કલાક સુધી સુપ્રિયોને કેમ્પસમાં પ્રવેશતા રોક્યા હતા.