રાજસ્થાનમાં કોગ્રેસ સરકારનો નિર્ણય-પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને અડધી કિંમતે આપી જમીન
abpasmita.in | 18 Jan 2020 10:38 AM (IST)
મુખ્યમંત્રી ગેહલોત સરકારે પાકિસ્તાનથી આવેલા 100 હિંદુ પરિવારોને 50 ટકાના રાહત દરે જમીનના દસ્તાવેજો વહેંચ્યા હતા.
જયપુરઃ નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે રાજસ્થાનની કોગ્રેસ સરકારે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપ્યા બાદ હવે રાહત દરે જમીનની ફાળવણી કરી રહી છે. મુખ્યમંત્રી ગેહલોત સરકારે પાકિસ્તાનથી આવેલા 100 હિંદુ પરિવારોને 50 ટકાના રાહત દરે જમીનના દસ્તાવેજો વહેંચ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રના નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને રાજસ્થાનમાં વસાવવા માટે રાહત દર પર જમીન આપવાની જાહેરાત કરી હતી. જયપુરમાં જયપુર વિકાસ ઓથોરિટીએ આવા 100 પરિવારો માટે 50 ટકા ઓછી કિંમતમાં સરકારી જમીન આપવાની શરૂઆત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ જે રીતે હિંદુ શરણાર્થીઓ વચ્ચે કોગ્રેસને ખલનાયક બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જેને ધ્યાનમાં રાખતા ગેહલોત સરકાર હવે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને પોતાની તરફ આકર્ષવા માટે આ અભિયાન શરૂ કર્યું છે.