દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચાર ગુનેગારોને ફાંસી આપવા માટે ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જ્યારે ગુનેગાર પવનકુમાર ગુપ્તા સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. શુક્રવારે તેણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તેને સગીર માનવાની ના પાડી હતી. નિર્ભયાના દોષિત પવનકુમાર ગુપ્તા એડવોકેટ એ પી.સિંઘ મારફત સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અપીલમાં તેમણે દલીલ કરી છે કે તે સગીર છે.
સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીમાં નિર્ભયાના ગુનેગાર પવનકુમાર ગુપ્તાએ કહ્યું કે 16 ડિસેમ્બર 2012 ના રોજ નિર્ભયા પર ગેંગરેપ થયો હતો ત્યારે તે સગીર હતો. આટલું જ નહીં, પવનકુમાર ગુપ્તાએ સુપ્રિમ કોર્ટને અપીલ કરી હતી કે, તિહાર જેલ પ્રશાસનને સૂચનાઓ ઇસ્યુ કરવા માટે, જેથી તેમને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં ન આવે.