નવી દિલ્હીઃ દેશભરમાં કોરનાના કહેર વચ્ચે તબલીગી જમાતના દર્દીઓ અને તેમના સાથીઓની ગેરવર્તૂણક સામે આવી છે. દિલ્હીમાં જમાતીઓનો ત્રાસ વધી રહ્યો છે. એક હૉસ્પીટલની બહાર પેશાબ ભરેલી બૉટલો ફેંકવાનો કિસ્સો સામે આવ્યો છે.

હાલ દેશભરમાં તબલીગી જમાતના લોકો ચર્ચામાં છે. ચર્ચાનુ પહેલુ કારણ કોરોના સંક્રમણના ફેલાવવાને લઇને, અને બીજુ કારણ ક્વૉરન્ટાઇન સેન્ટરોમાં તેમના પર લાગી રહેલા ગેરવર્તણૂંકના આરોપો છે.



તાજા મામલો દિલ્હીમાંથી સામે આવ્યો છે. દિલ્હીના દ્વારાકામાં ક્વૉરન્ટાઇન સેન્ટરામાં ગેરવર્તણૂંક થઇ છે. અહીં હૉસ્પીટલની બહાર પેશાબ ભરેલો બૉટલો ફેંકવામાં આવી છે. પોલીસે આ અંગે નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ મામલો મંગળવારે સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો. એક શખ્સે તેનો વીડિયો પણ બનાવી લીધો છે. જાણકારી પ્રમાણે અહીં ફક્ત જમાતના દર્દીઓને જ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હતા.



નોંધનીય છે કે, હાલ દેશભરમાં કોરોના વાયરસના કેસો વધીને 4789 થઇ ગયા છે. 124 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. જોકે, 353 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યાના પણ સમાચાર છે.