જમ્મુ-કશ્મીર: જમ્મુ-ક્શમીરના બાંદીપુરામાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં રાષ્ટ્રીય રાઈફલનો એક જવાન શહીદ થયો છે.
જમ્મુ-કશ્મીરના બાંદીપુરામાં બે આતંકી માર્યા ગયા છે, જ્યારે જમ્મુ-કશ્મીરના સોપોરમાં હજુ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે. સેના તે વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન કરી રહી છે. સેનાએ મેગેઝીન,260 રાઉંડ એમ્યૂશન અને આશરે 20 હજાર કેશ મળી આવ્યા છે.
જ્યારે સોપોરમાં હાલ બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સોપોરૈં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે, ત્યાં આતંકી ગેંગમાં સામેલ થયેલા એક સ્થાનિક યુવકે સુરક્ષાદળ સામે સરેંડર કરી દિધુ છે.
જ્યારે બીજી તરફ કુલગામમાં એક આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે, જ્યારે એક પોલીસ જવાન ગંભીર રીતે ધાયલ થયો છે.