નવી દિલ્લીઃ દિલ્લીમાં વધતા પ્રદુષણને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્લીમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે દિલ્લી-એન.સી.આરમાં માત્ર ફટાકડા વેચાણ પર નહીં પણ તેને ફોડવા પર પણ પ્રતિબંધ મુકી દીધો  છે.

સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી દિલ્લી-એનસીઆરમાં ફટાકડાના જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓના લાયસન્સ પણ રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ત્રણ મહિનામાં આ વિષય પર અહેવાલ માંગ્યો છે. કોર્ટે ઉમેર્યું કે સર્વોચ્ચ અદાલતના આગામી આદેશ સુધી દિલ્લી- એન.સી.આરમાં ફટાકડા પર પ્રતિબંધ યથાવત રહેશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ત્રણ બાળકો દ્ધારા કરવામાં આવેલી પીટિશનમાં દશેરા અને દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધની માંગણી કરી હતી. આ બાળકો માત્ર 6 અને 14 વર્ષની વચ્ચેની ઉંમરના છે.