કાશ્મીરઃ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીર ઘાટીમાં બંધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પીટીઆઇના કહેવા પ્રમાણે, જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગેલા પ્રતિબંધને ખત્મ કરતા 2જી મોબાઇલ ડેટા સેવા અને ફિક્સ લાઇન ઇન્ટરનેટ પર 17 માર્ચ સુધી તમામ સોશિયલ સાઇટ્સ સુધી પહોંચની મંજૂરી આપી દીધી છે.
કાશ્મીર ઘાટીમાં આ અગાઉ ફક્ત કેટલીક ખાસ વેબસાઇટ્સના જ ઉપયોગની મંજૂરી હતી. 25 જાન્યુઆરીના રોજ એક સપ્તાહ માટે ઇન્ટરનેટ સેવા શરૂ કરી હતી. ત્યારબાદ તારીખને આગળ વધારવામાં આવી હતી. મુખ્ય ગૃહ સચિવ શાલીન કાબરાએ સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત કરી હતી અને અન્ય જરૂરી વ્યવસ્થા સુનિશ્વિત કરવા માટે ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી હતી.
નોંધનીય છે કે ઓગસ્ટમાં કલમ 370 હટાવ્યા બાદથી ઘાટીમાં સોશિયલ સાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પૂર્વમાં અનેક વેબસાઇટ્સ પરથી પ્રતિબંધ હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો. જોકે, વીવીએન મારફતે તમામ લોકો સોશિયલ મીડિયા સાઇટ્સ ચલાવવાની વાત સામે આવી હતી ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ વીપીએન પર પણ પ્રતિબંધ મુકી દીધો હતો.