રાહુલ ગાંધીએ કહ્યું, બધાએ સાથે મળીને રહેવું પડશે. નફરતથી કોઈને ફાયદો નથી. તેમણે કહ્યું, આ એક શાળા છે અને તે દેશનું ભવિષ્ય છે. આ શાળાને નફરત અને હિંસાએ સળગાવી છે. તેનાથી કોઈને ફાયદો થયો નથી. હિંસા અને નફરત એ પ્રગતીના દુશ્મન છે. હિંદુસ્તાનના જે રીતે ભાગલા પાડવામાં આવી રહ્યાં છે, તેનાથી ભારતમાતાને કોઈ ફાયદો નથી થવાનો. રાહુલ ગાંધીએ કહ્યું, દેશની રાજધાનીમાં જ્યારે હિંસા થાય છે ત્યારે દુનિયામાં ભારતના સન્માન પર આંચ આવે છે.
રાહુલ ગાંધી સથે કૉંગ્રેસ નેતા અધીર રંજન, ચૌધરી, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, ગૌરવ ગોગોઈ અને કુમારી સેલજા પણ હતા. દિલ્હીમાં થયેલી હિંસામાં 47 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉપદ્રવિઓએ સેંકડો દુકાનો, ઘર અને ગોડીઓને આગના હવાલે કરી દીધી હતી. આ મામલે દિલ્હી પોલીસે 1000થી વધુ લોકોની ધરપકડ કરી છે.
કૉંગ્રેસ દિલ્હી હિંસાને લઈ પોલીસને જવાબદાર ગણાવી રહી છે અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહી છે.