શ્રીનગર : જમ્મુ અને કાશ્મીના કુલગામમાંથી બે આતંકવાદીઓની સાથે એક ડીએસપી રેન્કના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી અને પોલીસ બન્ને સાથે કારમાં બેઠા હતા. બંને આતંકી હિઝબુલ મુજાહીદ્દીન સાથે જોડાયેલા છે. સેના અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આતંકીઓ સિવાય ડ્રાયવરની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઘટના દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાની છે. ચેકિંગ દરમિયા ગાડીમાંથી હથિયાર પણ જપ્ત કરવામં આવ્યા છે. આતંકીઓમાં એક લશ્કરનો છે જ્યારે બીજો હિજબુલનો બતાવવામાં આવી રહ્યું છે.
આતંકીઓ સાથે ડીએસપી શું કરી રહ્યાં હતા તેને લઈને હજુ સ્પષ્ટ નથી થયું. અત્યાર સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન આપ્યું નથી. ડીએસપી રેન્કનો કોઇ અધિકારી આતંકીઓ સાથે પકડાયો હોય તેવું હાલના સમયમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પકડાયેલા આતંકીઓમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનનો કમાન્ડર સૈયદ નબીદ બાબુ પણ સામેલ છે. પોલીસ અનુસાર તે ટ્રક અને સ્થાનીક લોકો પર હત્યા અને અન્ય હુમલામાં સામેલ હતો.
નબીદ પહેલા પોલીસ કોન્સ્ટેબલ હતો. બે વર્ષો પહેલા તે એફસીઆઈના ગોદામ પર તૈનાત હતો. તે દરમિયાન ચાર હથિયાર લઈને ભાગી ગયો હતો. આ પછી તે આતંકી સંગઠન હિઝબુલ સાથે જોડાયો હતો.
ધરકપકડ કરાયેલા ડીએસપી શ્રીનગર એરપોર્ટ પર તૈનાત હતા. તમામ આતંકીઓ દિલ્હી આવવાના રસ્તા પર હતા. પોલીસે બે આતંકી એક ડીએસપી અને એક ડ્રાયવર સહિત ચારની ધરપકડ કરી છે.