જાણકારી મુજબ, ગુપ્તચર એજન્સીને શોપિયાં જિલ્લાના મોલૂ ચિત્રગામ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષાબળે બુધવારે આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જે બાદ આતંકીઓ દ્વારા સેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનો સુરક્ષાબળે જડબાતોડ જવાબ આપ્યો હતો અને એક આતંકી ઠાર કર્યો હતો. હાલ ઓપરેશન શરૂ છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા રવિ કુમાર સિંહની પત્નીએ આજે કહ્યું, મારો પતિ દેશની સુરક્ષા માટે દુશ્મનો સાથે લડતી વખતે વીર ગતિને પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે. મારો પતિ દેશ માટે જીવતો હતો અને દેશ માટે જ શહીદ થયો.