નવી દિલ્લી: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષાદળના પાંચ જવાન શહીદ થઈ ગયા છે. જેમાં એક કર્નલ, એક મેજર, બે જવાન અને એક પોલીસ અધિકારી સામેલ છે. જ્યારે બે આતંકીઓ પણ ઠાર મરાયા છે. હંદવાડામાં હાલ પણ એન્કાઉન્ટર ચાલું છે.
છંગમુલ્લા વિસ્તારમાં 5 થી 6 આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. 24 તારીખે પાક અધિકૃત કાશ્મીરથી આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. જેના બાદ સુરક્ષા દળોએ એ વિસ્તારમાં ઓપરેશન ચલાવ્યું હતું. આ આતંકીઓ સાથે સુરક્ષાદળોની ત્રીજી વખત અથડામણ છે.


આ અગાઉ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથે શનિવારે થયેલી અથડામણમાં બે આ આતંકીઓને ઠાર માર્યા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીર સ્થિતિ જિલ્લાના દંગેરપુરા વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી જેના બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું.