જમ્મુઃ જમ્મુ-કાશ્મીર પોલીસે શનિવારે પુંછ જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-ઉલ-મુઝાહિદ્દીન (ટીયુએમ)ના બે એક્ટિવ સભ્યોની ધરપકડ કરી અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, દારુગોળો મળી આવ્યો છે. સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદને ફરીથી પ્રોત્સાહન કરવાના પ્રયાસને નિષ્ફળ કરવાનો દાવો કર્યો છે.


પોલીસે જણાવ્યુ કે ટીયુએમે સીમાવર્તી જિલ્લામાં લોકોની હત્યાઓ અને વિસ્ફટોને અંજામ આપવાની યોજના બનાવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, મેંઢર સેક્ટરમાં સ્થાનિક પોલીસના સ્પેશ્યલ અભિયાન સમૂહ અને સેના તરફથી સંયુક્ત રીતે નિયંત્રણ રેખાની આસપાસ ચલાવવામાં આવ્યુ હતુ. આ દરમિયાન આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે તેમની ધરપકડની સાથે જ તેમને હત્યાઓ અને આઇઇડી વિસ્ફોટો દ્વારા આતંકવાદને ફરીથી વધારવાની ટીસયુએમના કાવતરાને નિષ્ફળ કરી દેવામાં આવ્યુ છે. તેમને જણાવ્યુ કે એક ખાસ સૂચના પર આ અભિયાન હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકોની સાથે સાથે અન્ય વિધ્વંસક સામગ્રીને શોધવા માટે શરૂ કરવામાં આવ્યુ હતુ, જેને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર-પીઓકેમાંથી તસ્કરી કરવામાં આવ્યુ હતુ.