શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાતભર ચાલેલી અથડામણમાં બે આતંકવાદને ઠાર કર્યા છે. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળોએ મંગળવારે સાંજે જૈનાપોરા વિસ્તારમાં સુગાન ગામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુઁ. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા હતું તેના બાદ સુરક્ષા દળે પણ જવાબી કાર્યવાહી કરી હતી .

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી અથડામણમાં બે આતંકી ઠાર મરાયા છે. તેમણે જણાવ્યું કે, પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું, પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો અને ફાયરિંગ શરુ કરી દીધું હતું અને અથડામણ શરુ થઈ હતી. તેમાં સુરક્ષા દળે બે આતંકીઓ ઠાર કર્યા છે.


આ પહેલા, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર સીઆરપીએફના એક દળ પર આતંકી હુમલો થયો હતો. તેના પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આતંકી હુમલામાં સીઆરપીએસના બે કર્મી શહીદ થયા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.