નવી દિલ્હીઃ શું આપણી ઇન્ટરનેટ પર જે કંઈપણ વાંચીએ છીએ અથવા જોઈએ છીએ તે બધું સાચું હોય છે? સોશિયલ મીડિયા પર ઘણી એવી ખોટી જાણકારી અને ફેક સમાચારથી ભરેલ છે. હવે એક યૂટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર પ્રધાનંત્રી માનધન યોજના અંતર્ગત બધાના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાવવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જોકે હવે આ વીડિયોને લઈને પીઆઈબી ફેક્ટ ચેક તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે. આ મામલે ટ્વીટમાં સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર આવી કોઈ યોજના નથી ચલાવી રહી અને આ દાવો ખોટો છે.


દેશમાં ચાલી રહેલ કોરોના કાળમાં તમામ એવાલ સમાચાર અને વીડિોય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અનેક સરકારી યોજનાઓ અને માધ્યમથી લોકોને રૂપિયા મળવાની વાત કહેવામાં આવી રહી છે. પીઆઈબીએ આવા અનેક વીડિયોના દાવાની પોલ ખોલી દીધી છે.