શ્રીનગરમાં સુરક્ષાદળ સાથેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર, એક CRPF જવાન શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2020 06:25 PM (IST)
આ હુમલો શ્રીનગરના પારિમ પોસ્ટ પાસે થયો હતો. શ્રીનગર-બારામુલા રોડ પર બુધવારે આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો.
શ્રીનગર: જમ્મુ કાશ્મરીમાં શ્રીનગરના પારિમ પોરા ચેક પોસ્ટ પર આતંકીઓએ હુમલો કરતા સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે. જ્યારે સુરક્ષાદળે ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ હુમલો શ્રીનગરના પારિમ પોસ્ટ પાસે થયો હતો. શ્રીનગર -બારામુલા રોડ પર બુધવારે આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા બે આંતકીઓને ઠાર કર્યા હતા જ્યારે એક આતંકી ઘાયલ થયો હતો જેનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ પહેલા રાજ્ય પોલીસને સોમવારે પુલવામાના અવંતિપોરામાં જૈશ માટે કામ કરનાર કેટલાક સ્થાનીય આતંકીઓની જાણકારી મળી હતી. તેના બાદ સુરક્ષાદળના સંયૂક્ત ઓપરેશનમાં ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આતંકીઓ પાસેથી મોટાપ્રમાણમાં સંદિગ્ધ સામાન મળી આવ્યો હતો.