Doda Accident: જમ્મુ-કાશ્મીરમાં એક દર્દનાક અકસ્માત થયો છે. કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે રોડ પરથી 250 મીટર નીચે પડી ગઈ હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી આ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
પોલીસ અને બચાવ ટીમ સહિત સ્થાનિક અધિકારીઓ બચાવ કામગીરી શરૂ કરવા અને દુર્ઘટનાનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડોડામાં પોલીસ કંટ્રોલ રૂમના પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે મૃત્યુઆંક 25 કે તેથી વધુ હોઈ શકે છે.
પોલીસ કંટ્રોલ રૂમ ડોડાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી એક પેસેન્જર બસ ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે રોડ પરથી પલટી ગઈ અને બીજા રસ્તા પર 250 મીટર નીચે પડી ગઈ. "ઘણા મુસાફરોના મોતની આશંકા છે."
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે
ઘટના અંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કમનસીબે 5 લોકોના મોત થયા છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ ઘાયલોને ટ્રાન્સફર કરવા માટે હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું.”