કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ એલઓસી નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.






એક રિપોર્ટ અનુસાર, ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચેની આ અથડામણમાં 5 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.


સેનાએ પૂંછ જિલ્લામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો


સેનાએ ગુરુવારે (15 જૂન) જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સર્ચ ઓપરેશન દરમિયાન શસ્ત્રોનો જથ્થો જપ્ત કરાયો હતો સ્ટીલ કોર કારતૂસ અને પાકિસ્તાનમાં બનેલી દવાઓ પણ સામેલ છે.


જમ્મુમાં સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સૈનિકોએ 14 અને 15 જૂનની મધ્યરાત્રિએ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.


ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી


સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીના આધારે જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને આ દરમિયાન એક એકે-47 રાઈફલવાળી બે બેગ, નવ મેગઝીન, 438 કારતૂસ, ચાર મેગઝીનવાળી બે પિસ્તોલ અને છ ગ્રેનેડ મળી આવ્યા હતા. સાથે કેટલાક કપડાં , ગુનાહિત સામગ્રી, દવાઓ પણ મળી આવી હતી. લેફ્ટનન્ટ કર્નલ આનંદે કહ્યું હતું કે, આ કાર્યવાહીથી ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે સરહદ પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલની જાણ થતાં સેનાના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. જો કે, ગાઢ ધુમ્મસ અને અંધકારનો લાભ લઈને આતંકવાદીઓ હથિયારો અને દારૂગોળો છોડીને ભાગવામાં સફળ થયા હતા.


મણિપુરના ઇમ્ફાલમાં ફરી હિંસા


Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સમયે કેન્દ્રિય મંત્રી ઘર પર હાજર નહોતા.


Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સમયે કેન્દ્રિય મંત્રી ઘર પર હાજર નહોતા. એટલું જ નહીં ટોળાએ ન્યુ ચેકોનમાં બે મકાનો પણ સળગાવી દીધા હતા. જે બાદ સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ પહેલા 14 જૂનના રોજ અજાણ્યા લોકોએ ઇમ્ફાલના લામ્ફેલ વિસ્તારમાં મહિલા મંત્રી નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાને પણ આગ લગાવી દીધી હતી