Ganderbal Firing: જમ્મુ કશ્મીરના ગાંદરબલના સોનમર્ગ વિસ્તારના ગુંડ વિસ્તારમાં ઝેડ મોડ ટનલના કેમ્પસાઈટ નજીક આતંકવાદી હુમલો થયો છે. અધિકારીક માહિતી અનુસાર આ આતંકવાદી હુમલામાં એક ડૉક્ટર સહિત છ લોકોના મૃત્યુ થયા છે. પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીડિતોમાં સ્થાનિક અને બિન સ્થાનિક બંને પ્રકારના મજૂરો સામેલ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં બે આતંકવાદીઓ સામેલ હતા.


અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં ટનલનું નિર્માણકાર્ય કરી રહેલી એક ખાનગી કંપનીના શિબિરમાં રહેતા મજૂરો પર ગોળીબાર કર્યો. ઘટનાની જાણ થતાં જ હુમલાખોરોને શોધવા માટે પોલીસ અને સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. માહિતી અનુસાર આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી છે. TRF લશ્કર એ તૈયબાની જ એક શાખા છે.


આ હુમલામાં ઘાયલ થયેલા પાંચ લોકોને કંગનની ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમના નામ છે:


ગુરમીત સિંહ (પિતા: ધરમ સિંહ), પંજાબ નિવાસી, ઉંમર લગભગ 30 વર્ષ


ઇન્દર યાદવ (પિતા: ગરીબ દાસ), બિહાર નિવાસી, ઉંમર 35 વર્ષ


મોહન લાલ (પિતા: સોમનાથ), કઠુઆ નિવાસી, ઉંમર લગભગ 29/30 વર્ષ


ફૈયાઝ અહમદ લોન (પિતા: જહૂર અહમદ લોન), પ્રેંગ કંગન નિવાસી, ઉંમર લગભગ 26 વર્ષ


જગતાર સિંહ (પિતા: સૂરા સિંહ), કઠુઆ નિવાસી, ઉંમર લગભગ 30 વર્ષ


ઘાયલોમાંથી ગુરમીત સિંહને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે બાકીના ઘાયલોને વધુ સારવાર માટે શેર એ કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS) સૌરા, શ્રીનગર રેફર કરવામાં આવ્યા.


ઉમર અબ્દુલ્લાએ કરી હુમલાની નિંદા


હુમલા અંગે જમ્મુ કશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ X પર લખ્યું કે સોનમર્ગ ક્ષેત્રના ગગનગીરમાં બિન સ્થાનિક મજૂરો પર કાયરતાપૂર્ણ હુમલાના સમાચાર અત્યંત દુ:ખદ છે. આ લોકો વિસ્તારમાં એક મુખ્ય માળખાકીય પરિયોજના પર કામ કરી રહ્યા હતા. આ આતંકવાદી હુમલામાં 2 લોકોના મૃત્યુ થયા છે અને 2-3 અન્ય ઘાયલ થયા છે. "હું નિ:શસ્ત્ર નિર્દોષ લોકો પર આ હુમલાની કડક નિંદા કરું છું અને તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."






વિધાયક સજ્જાદ લોનની પ્રતિક્રિયા


હુમલા અંગે પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ અને હંદવાડાના વિધાયક સજ્જાદ લોને કહ્યું કે તેઓ સોનમર્ગમાં બે લોકોની જાન લેનારા આ ક્રૂર આતંકવાદી કૃત્યની કડક નિંદા કરે છે. તેમણે કહ્યું કે આ પાગલપણની હદ સુધીની જઘન્ય હરકત છે. તેમણે કહ્યું, "મારી સંવેદનાઓ આ બંને પરિવારો સાથે છે. ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે."






ગઈકાલે ઉરી સેક્ટરમાં પણ થઈ હતી આતંકી ઘૂસણખોરી


ગઈકાલે શનિવારે પણ જમ્મુ કશ્મીરના બારામૂલાના ઉરી સેક્ટરમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓની નાપાક ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. સુરક્ષાદળોએ કમલકોટમાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓનો ખાત્મો કર્યો. આ ઘૂસણખોરી દરમિયાન એક આતંકવાદી ઢળી પડ્યો હતો. જમ્મુ કશ્મીર ચૂંટણી પૂરી થયા બાદ ગોળીબારની આ બીજી ઘટના છે.'


આ પણ વાંચોઃ


Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!