શ્રીનગરઃ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટો પાવરનો ઉપયોગ કર્યા બાદ ભારતમાં ચીન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
જમ્મુમાં લોકોએ ચાઇનીઝ બનાવટનો વિરોધ કર્યો હતો. ઉપરાંત પાકિસ્તાન સાથે વેપાર સંપૂર્ણ બંધ કરવાની માંગ કરી હતી.
વેપારીઓએ ચાઇનીઝ માલને આગ ચાંપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.