Poonch 5 Jawans Martyred:: સમગ્ર જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહીમાં ઉતરેલી સેનાએ 24 કલાકની અંદર 6 આતંકીઓને ઠાર કર્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા (સોમવારે), પૂંછના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન ચલાવી રહેલી સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના પાંચ જવાનો શહીદ થયા હતા. આ સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે સેના હવે લડત આપી રહી છે.
પૂંચ રેન્જના ડીઆઈજીએ કહ્યું કે, સમય લાગી રહ્યો છે, પરંતુ આપણે દરેક શહીદીનો બદલો લઈશું. માહિતી માટે, તમને જણાવી દઈએ કે સોમવારે એલઓસીને અડીને આવેલા પૂંછ વિસ્તારમાં 3 થી 4 આતંકવાદીઓની ઘૂસણખોરીના સમાચાર હતા. જવાનોએ કાર્યવાહી શરૂ કરતાની સાથે જ આતંકવાદીઓ સેના પર હુમલો કર્યો છે.
પૂંછ રેન્જના ડીઆઈજી વિવેક ગુપ્તાએ કહ્યું કે, '5 જવાનોની શહાદત બાદ સેના સતત આ જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓની દરેક જગ્યાએ શોધ કરવામાં આવી રહી છે, પરંતુ આ વિસ્તાર ઘનઘોર જંગલોથી ઘેરાયેલો હોવાથી ચોક્કસપણે થોડો સમય લાગી રહ્યો છે.
આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન માત્ર પૂંછમાં જ નહીં પરંતુ સમગ્ર જમ્મુ -કાશ્મીરમાં તીવ્ર બનાવવામાં આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહીમાં ઉતરેલી સેનાએ 24 કલાકની અંદર 6 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓએ પણ એક વાત હવે ગાંઠ બાંધી લેવી પડશે. હવે તેમને દરેક ગુનાનો હિસાબ આપવો પડશે. તેમને કાશ્મીરની ભૂમિ પર પડેલા શહીદોના લોહીના દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે.
આ પણ વાંચો
Coal Crisis: દેશ પર તોળાઇ રહેલા વીજ સંકટ વચ્ચે મોદી સરકારના મંત્રીએ શું સ્પષ્ટતા કરી જાણો
Coronavirus Delta Variant: કોરોના રસી ન લેનાર સગર્ભા મહિલાઓ માટે વધારે ખતરનાક છે ડેલ્ટા વેરિએન્ટ ?