Coal Crisis:કોલસાની કટોકટી: કોલસાની અછતને કારણે, વીજળીની કટોકટીનો સામનો કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી જોખમ ટળ્યું નથી.
મંગળવારે ઉર્જા મંત્રી આર. કે. સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં બંને મંત્રીઓએ પ્રધાનમંત્રીને કોલસા પુરવઠાની તાજા અપડેટ વિશે માહિતગાર કર્યાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા પગલાં અને આગળની કાર્ય યોજનાની સમીક્ષા કરી હતી. બંને મંત્રીઓએ પીએમ મોદીને કહ્યું કે દેશમાં કોલસાની કોઈ અછત નથી અને આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
પ્રધાનમંત્રી સાથે બે મંત્રીઓની બેઠક પૂર્વે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ બંને મંત્રાલયોના સચિવો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ઉર્જા મંત્રાલયના સચિવ આલોક કુમાર અને કોલસા મંત્રાલયના સચિવ અનિલ કુમાર જૈને કેબિનેટ સચિવ સાથેની બેઠકમાં કોલસાની ઉપલબ્ધતા અને વીજળીની વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. પ્રેઝન્ટેશનમાં બંને સચિવોએ જણાવ્યું હતું કે કોલસાની કોઈ અછત નથી, તેથી 7-10 દિવસમાં વીજ ઉત્પાદન પ્લાન્ટોને કોલસાનો પુરવઠો સામાન્ય થવાનું શરૂ થશે.
પ્રેઝન્ટેશનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી 19.20 લાખ ટન કોલસો પાવર પ્લાન્ટ્સને આપવામાં આવ્યો છે, જ્યારે માંગ 18.70 લાખ ટન છે. બેઠક બાદ કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરથી વીજ મંત્રાલય દ્વારા દરરોજ 20 લાખ ટન કોલસાની માંગ રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે વીજ મંત્રાલયની માંગ મુજબ કોલસો પૂરો પાડવામાં આવશે અને આગામી 15-20 દિવસમાં પ્લાન્ટ્સ પાસે મોજૂદ કોલસાના રિઝર્વ સ્ટોકની માત્રામાં પણ વધારો થશે.
ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા જ એવો અહેવાલ હતો કે, વીજ પ્લાન્ટસ પાસે માત્ર 4 દિવસ ચાલે તેટલો જ કોલસો છે અને કોલસાની આપૂર્તિ સમયસર અને પ્રમાણસર ન થતાં દેશ પર વીજ સંકટ તોડાયું રહ્યું છે. આ મુદ્દે પીએમ મોદીએ મંગળવારે ઉર્જા મંત્રી આર. કે. સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં બંને મંત્રીઓએ પ્રધાનમંત્રીને કોલસા પુરવઠાની તાજા અપડેટ વિશે માહિતગાર કર્યાં